ગોવિંદાએ છોકરી પર ગરમ-ગરમ દૂધ ફેંક્યું હતું, પત્નીએ જણાવ્યો એક મુલાકાતનો રસપ્રદ કિસ્સો
Image: Facebook
Sunita Ahuja and Govinda: ગોવિંદાએ સુનીતા આહુજા સાથે 1987માં લગ્ન કર્યાં હતાં. સુનીતા ઘણી વખત ગોવિંદા સાથે પોતાની પહેલી મુલાકાત અને તેના પહેલા ઈમ્પ્રેશન વિશે વાત કરે છે. એક જૂના ઈન્ટરવ્યૂમાં સુનીતાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેના જીજાજીના કારણે તેને ગોવિંદા વિશે ખબર પડી હતી.
'જીના ઈસી કા નામ હે' શો પર સુનીતા આહુજાએ જણાવ્યું હતું કે, 'મારા જીજાજીએ કહ્યું કે ગોવિંદા મહિલાઓને મારે છે. તે મહિલાઓ સાથે વાત કરતો નથી. ગોવિંદાએ કોલેજમાં બે યુવતીઓને મારી હતી. એકને તેણે છત્રીથી મારી હતી અને બીજીના ચહેરા પર ગરમ દૂધ ફેંકી દીધું હતું.' તો હું વિચારી રહી હતી કે આ કોણ યુવક છે જે યુવતીઓ સાથે વાત કરતો નથી. મે મારા જીજાજીને કહ્યું કે તેને ફોન કરો, હું તેની સાથે વાત કરીશ.'
આ રીતે ગોવિંદા અને સુનીતાની મુલાકાત થઈ હતી. ટૂંક સમયમાં બંનેએ લગ્ન કરી દીધા. લગ્ન સમયે સુનીતા 18 વર્ષની હતી અને ગોવિંદાએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તે ઈન્ડસ્ટ્રીનું મોટું નામ નહોતો. તાજેતરમાં જ સુનીતા આહુજાએ જણાવ્યું હતું કે 'હું અને ગોવિંદા અલગ ઘરમાં રહીએ છીએ. હું મારા બાળકો સાથે ગોવિંદાના બંગલાની સામે એક ફ્લેટમાં રહું છું.'