Get The App

ગોવિંદા 37 વર્ષના લગ્ન જીવન પછી લેશે છૂટાછેડા? મરાઠી અભિનેત્રી સાથે અફેરની ચર્ચા

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
ગોવિંદા 37 વર્ષના લગ્ન જીવન પછી લેશે છૂટાછેડા? મરાઠી અભિનેત્રી સાથે અફેરની ચર્ચા 1 - image


Govinda And Sunita Divorce Rumours: આજકાલ સેલિબ્રિટીઓના જીવનમાં છૂટાછેડાની ઘટનાનું પ્રમાણ વધ્યું છે. હવે 1980-90ના સુપર સ્ટાર ગોવિંદાની ગૃહસ્થીમાં પણ ખટાશ ઉભી થઈ હોવાના અહેવાલો મળ્યા છે. પત્ની સુનિતા આહુજા તેને છૂટાછેડા આપવાની હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. હવે જાણવા મળ્યું છે કે, ગોવિંદા અને સુનિતા છૂટાછેડાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે. બંનેએ પોતાના 37 વર્ષ જૂના લગ્નનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. સુનિતાએ પણ કેટલાક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘હું ગોવિંદા સાથે રહેવા માગતી નથી.’ એટલું જ નહીં, અગાઉ પણ તે મજાકમાં ગોવિંદાના અફેર વિશે પણ બોલી ચૂકી છે. 

ગોવિંદાના છૂટાછેડાનું કારણ

ગોવિંદાના 37 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાના નિર્ણય પાછળનું કારણ 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ છે. અફવા છે કે, ગોવિંદાનું મરાઠી એક્ટ્રેસ સાથે અફેર છે. જો કે, ગોવિંદા અને સુનિતા બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચોઃ ફેંકા ફેંકી કરતાં ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સમાં જ ફ્રાન્સ પ્રમુખે ટોક્યા, સૌની સામે તાત્કાલિક ભૂલ સુધારી

સોશિયલ મીડિયા પર કમેન્ટનો ભારો

ગોવિંદાની પત્ની સુનીતા પોતાના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. થોડા સમય પહેલાં જ્યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, સુનિતા તેની સાથે નથી રહેતી. ત્યારથી બંનેના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યુ હતું. સુનિતાએ પણ પોતાના ઘણાં ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે, ગોવિંદાનું અફેર છે. તે તેમના ફ્લેટની સામે આવેલા બંગલૉમાં રહે છે કારણકે, બંનેનું શિડ્યુલ મેળ ખાઈ રહ્યું નથી. સોશિયલ મીડિયા પર લગ્નજીવનના આ તબક્કામાં છૂટાછેડાની વાતોએ યુઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી છે.

એક યુઝરે કહ્યું કે, એવા માણસની સાથે રહેવું કેટલું અઘરુ હશે, જેના આટલા બધા અફેર્સ માફ કર્યા, માતા અને પૂરા પરિવારની સંભાળ લીધી. હવે તેને જ  વૃદ્ધાવસ્થાના આ તબક્કામાં છોડી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, હવે ખબર પડી કે, ગોવિંદાને ગોળી કેમ વાગી હતી. સુનિતાએ જરૂર બંનેને રંગે હાથ પકડ્યા હશે.

18 વર્ષની ઉંમરે સુનિતા સાથે કર્યા હતા લગ્ન

ગોવિંદા અને સુનિતા બે બાળકોના વાલી છે. બંનેએ 11 માર્ચ, 1987માં લગ્ન કર્યા હતાં. લગ્ન સમયે સુનિતા માત્ર 18 વર્ષની હતી, જ્યારે ગોવિંદા 24 વર્ષનો હતો. સુનિતા હાલ પોતાના દીકરા યશવર્ધન અને દીકરી ટીના સાથે રહે છે. ગોવિંદા એકલો જ રહે છે.

ગોવિંદા 37 વર્ષના લગ્ન જીવન પછી લેશે છૂટાછેડા? મરાઠી અભિનેત્રી સાથે અફેરની ચર્ચા 2 - image


Google NewsGoogle News