Get The App

શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયા આપશે સરકાર! મન્નતની માલિકી મુદ્દે થયેલી ભૂલનો ફાયદો

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયા આપશે સરકાર! મન્નતની માલિકી મુદ્દે થયેલી ભૂલનો ફાયદો 1 - image

Shahrukh Khan : બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો 'મન્નત' ખૂબ આલીશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચાહકો તેના બંગલે તેની એક ઝલક મેળવવા આવતા હોય છે. શાહરૂખ પણ તેને નિરાશ કરતો નથી. ચાહકો તેની એક ઝલક મેળવીને ખુશખુશાલ થઇ જાય છે. આ બંગલો તેના માટે ખૂબ ભાગ્શાળી છે તેવું એ ઘણી વખત કઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં શાહરૂખ ખાનને આ બંગલાને લઈને કરોડો રૂપિયા મળવાના છે.            

શું હતો સમગ્ર મામલો?

હકીકતમાં વર્ષ 2019માં શાહરૂખ ખાને 'મન્નત'ના માલિકી હકો મેળવવા માટે 25 ટકા ફી ચૂકવી હતી. તેનો આધાર 27.5 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કિંમત જમીનના આધારે નહી પરંતુ પૂરા બંગલાના આધારે જોવામાં આવી હતી. આ એક ભૂલ હતી. આ અંગે જયારે શાહરૂખના પરિવારને ખબર પડી ત્યારે શાહરૂખની પત્ની ગૌરી ખાને આ બાબતે એક્શન લેતા રીફંડની માંગ કરી હતી. હવે આ મામલે અપડેટ આવ્યું છે. રીપોર્ટ અનુસાર, રાજ્ય સરકાર આ ભૂલના કારણે શાહરૂખ ખાનને તેના બંગલા 'મન્નત' માટે 9 કરોડ રૂપિયા આપશે.   

આ પણ વાંચો : અક્ષય કુમારે બોરીવલીનો અપાર્ટમેન્ટ 4.25 કરોડ રૂપિયામાં વેચી નાખ્યો

હવે શાહરૂખને મળશે 9 કરોડ રૂપિયા

જો શાહરૂખના આ બંગલાની વાત કરીએ તો તે બેન્ડ સ્ટેન્ડ બાંદ્રા પશ્ચિમમાં આવેલો છે. આ બંગલો 2446 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. શાહરૂખે સરકારની નીતિ હેઠળ આ નિર્ણય લીધો હતો અને પોતાના ઘરનાં માલિકીના હકો મેળવવા માટે આ પગલું ભર્યું હતું. જ્યારે શાહરૂખે વર્ષ 2022માં ક્ન્વર્જન ફીની ગણતરી કરી ત્યારે તેને સરકારની આ ભૂલની ખબર પડી હતી. હવે શાહરૂખને સરકારની આ ભૂલ માટે 9 કરોડ રૂપિયા મળશે. જો શાહરૂખની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં તેની ફિલ્મો બોક્સ ઓફિસ ધૂમ મચાવી રહી છે.શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયા આપશે સરકાર! મન્નતની માલિકી મુદ્દે થયેલી ભૂલનો ફાયદો 2 - image


 



Google NewsGoogle News