ચાહકો માટે ગુડ ન્યૂઝ: આ દિવસથી ફિલ્મ 'ટાઈગર Vs પઠાણ' નું શૂટિંગ શરૂ થશે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ચાહકો માટે ગુડ ન્યૂઝ: આ દિવસથી ફિલ્મ 'ટાઈગર Vs પઠાણ' નું શૂટિંગ શરૂ થશે 1 - image


                                                              Image Source: Twitter

મુંબઈ, તા. 16 સપ્ટેમ્બર 2023 શનિવાર

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ફિલ્મ પઠાણ માં પડદા પર એક સાથે જોઈને દર્શકો ખૂબ રોમાંચિત થઈ ગયા હતા. શાહરૂખ અને સલમાનની સાથે વાળો એક્શન સીન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને ચાહકો તેને પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ પર પણ મૂકવા લાગ્યા. પઠાણ એટલી હિટ થઈ કે તે બાદ શાહરૂખ-સલમાનને સાથે કાસ્ટ કરીને ફિલ્મ ટાઈગર Vs પઠાણ બનાવવાના સમાચાર આવ્યા.

ટાઈગર Vs પઠાણની સ્ક્રિપ્ટ લોક

આ ફિલ્મને લઈને ઘણા પ્રકારની માહિતી સામે આવી પરંતુ ક્યારેય પણ કોઈ સત્તાવાર એલાન થયુ નહીં. જોકે ચાહકો માટે હવે ખુશખબરી છે કે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાને ટાઈગર Vs પઠાણ માટે મેકર્સને મંજૂરી આપી દીધી છે. શાહરૂખ અને સલમાન બંનેએ આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર સંમતિ વ્યક્ત કરી છે.

ટાઈગર Vs પઠાણનું શૂટિંગ ક્યારે શરૂ થશે

આદિત્ય ચોપડા YRF માં શાહરૂખ અને સલમાનને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી ચૂક્યા છે અને બંને સ્ટાર્સ સાથે અલગ-અલગ મીટિંગ કર્યા બાદ હવે એ પુષ્ટિ કરી દેવાઈ છે કે આગામી વર્ષે માર્ચમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાશે. જાન્યુઆરી 25એ રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ સુપરહિટ હતી અને હવે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. બંને ફિલ્મોને લઈને આવેલા સમાચાર વચ્ચે ટાઈગર Vs પઠાણ પર પણ મોહર લાગી ચૂકી છે.

મળતી માહિતી અનુસાર મેકર્સ ટાઈગર Vs પઠાણના શૂટિંગ માટે નવેમ્બરથી જ તૈયારી શરૂ કરી દેશે. જેથી સમયસર ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાય. સ્ક્રિપ્ટ લોક કરી દેવાઈ છે, શૂટિંગની તૈયારીઓ પણ ટૂંક સમયમાં જ શરૂ કરી દેવાશે અને કરણ-અર્જુન બાદ એક વાર ફરી બંને સુપરસ્ટાર્સ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.


Google NewsGoogle News