Good Bye 2023 : સિનેઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપનારી 6 મહિલાઓ, જેમને 2023માં એનાયત કરાયા એવોર્ડ

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : સિનેઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપનારી 6 મહિલાઓ, જેમને 2023માં એનાયત કરાયા એવોર્ડ 1 - image

ભારતીય સિનેઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપવા બદલ આ વર્ષે ૬૯મા નેશનલ ફિલ્મ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યાં. આવો જાણીએ, કોને કોને આ પુરસ્કાર પ્રાપ્ત થયાં.

વહિદા રહમાન : 

પીઢ અભિનેત્રી વહિદા રહમાનને આ વર્ષે દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી નવાજવામાં આવ્યાં. છ છ દશક સુધી રૂપેરી પડદાની સેવા કરનાર વહિદા રહમાનને ભારતીય સિનેમાનું આ સર્વોચ્ચ સન્માન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.

આલિયા ભટ્ટ અને કૃતિ સેનન :

 આ બંને અદાકારાઓને તેમના સર્વોત્તમ અભિનય માટે બેસ્ટ એકટ્રેસ તરીકેના નેશનલ ફિલ્મ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને કૃતિ સેનનને 'મિમિ' માટે આ પુરસ્કાર આપવામાં આવ્યાં.

પલ્લવી જોશી : 

આ પીઢ અદાકારાને 'ધ કશ્મીર ફાઈલ્સ' માટે 'બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ' તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવી હતી.

શ્રેયા ઘોષાલ : 

'કેસરી'ના ગીત 'તેરી મિટ્ટી..' જેવા હૃદયસ્પર્શી ગીતને કંઠ આપવા બદલ આ ગાયિકાને 'શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

પ્રીતિશીલ સિંહ : 

'ગંગુબાઈ કાઠિયાવાડી'માં અભિનેત્રી આલિયા ભટ્ટને સદંતર નવો લુક આપવાની શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મેક-અપ આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહને 'બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ'નો ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો. પ્રીતિશીતલ સિંહે આલિયાનો મેકઓવર કરવા પ્રોસ્થેટિક્સ, વિગ્સ, લેન્સીસ અને કોસ્મેટિક્સનો ઉપયોગ કર્યો હતો.

વીર કપૂર : 

'સરદાર ઉધમ' માટે વીર કપૂર 'બેસ્ટ કોશ્ચ્યૂમ ડિઝાઈનર' પુરસ્કારનો હકદાર બની હતી.


Google NewsGoogle News