અગત્સ્યની મીડનાઈટ બર્થ ડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સુહાના હાજર

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
અગત્સ્યની મીડનાઈટ બર્થ ડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સુહાના હાજર 1 - image


- બંનેએ બ્લેક કલરમાં ટ્વિનિંગ પણ કર્યું

- અમિતાભના દૌહિત્ર તથા શાહરુખની પુત્રી વચ્ચે અફેરની અફવાને બળ મળ્યું

મુંબઇ : અગત્સ્ય નંદાની મીડનાઈટ બર્થ ડે પાર્ટીમાં તેની ગર્લફ્રેન્ડ સુહાના ખાન પણ તેની જોડાજોડ જ હાજર રહેતાં બંને વચ્ચે અફેરની અફવાને બળ મળ્યું છે. આ પાર્ટીમાં અગત્સ્યની બહેન નવ્યા નવેલી તથા અન્ય મિત્રો પણ હાજર હતાં પરંતુ અગત્સ્ય અને સુહાનાએ અગાઉથી પ્લાન કર્યું હોય તેમ બ્લેક કલરમાં ટ્વિનિંગ કર્યું હતું. 

અગસ્ત્યએ રાતના ૧૨ વાગ્યો પોતાના જન્મદિનની કેક કાપી હતી. આ દરમિયા નતેની સાથે સુહાના ખાન અને  મિહિર પણ જોવા મળ્યા હતા. મિહિરે બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશનની તસવીરો ઇનસ્ટ્રાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી. આ સાથે એ પાર્ટીનો વીડિયો પણ મુક્યા હતો. 

આ પ્રસંગે અગસ્ત્ય અને સુહાના બ્લેક પરિધાનમાં જોવા મળ્યા હતા. દેખીતી રીતે જ બંનેએ ટ્વિનિંગ કરવાનું નક્કી કર્યું હતું. 

અમિતાભના દૌહિત્ર અગસ્ત્ય અને શાહરુખ ખાનની દીકરી સુહાના વચ્ચે અફેરની વાતો લાંબા સમયથી ચર્ચાય છે. જોકે, બંનેએ પોતાના આ સંબંધ વિશે હજુ સુધી કોઈ કબૂલાત કરી નથી.


Google NewsGoogle News