'લગ્ન કરવા એ તો નકામું કામ, સદીઓ જૂની પ્રથા..', જાણીતા લેખક જાવેદ અખ્તર આ શું બોલ્યાં
Image: Facebook
Javed Akhtar Comment on Marriage: રાઈટર અને લિરિસિસ્ટ જાવેદ અખ્તર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. પ્રોફેશનલ લાઈફ સાથે જાવેદ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરના બે લગ્ન થયા છે. તેણે પહેલા લગ્ન 1972 માં હની ઈરાની સાથે કર્યાં હતાં પરંતુ થોડા વર્ષબાદ બંને અલગ થઈ ગયા હતા. આ લગ્નથી તેને બે બાળકો છે ફરહાન અને જોયા અખ્તર.
તે બાદ જાવેદ અખ્તરે 1984માં શબાના આઝમીની સાથે બીજી વખત ઘર વસાવ્યુ હતુ. વર્ષોથી બંને એકબીજાની સાથે ખુશીથી રહી રહ્યાં છે પરંતુ હવે શબાના સાથે લગ્ન પર જાવેદ અખ્તરે કંઈક એવું કહી દીધું છે, જેની દરેક બાજુ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: 'હું મૂર્ખ નથી...', સ્ત્રી 2 ફિલ્મ મેગા બ્લૉકબસ્ટર સાબિત થતાં રાજકુમાર રાવે લીધો મોટો નિર્ણય
એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું, મુશ્કેલથી અમે વિવાહિત કપલ છીએ. અમે મિત્રો વધુ છીએ. એક ખુશહાલ લગ્ન માટે મારું માનવું છે કે તમે મિત્રો છો કે નહીં, એ વધુ મહત્વનું છે. લગ્ન તો નકામું કામ છે, આ સદીઓ જૂની પરંપરા છે, આ એક એવો પથ્થર છે, જે સદીઓથી પહાડોથી રોલિંગ કરતો આવી રહ્યો છે.
'જેમ-જેમ આ નીચે ઉતરતો ગયો, આમાં ગંદકી અને કાટમાળ પણ જમા થતો ગયો.' જાવેદ અખ્તરે આ વાત પર જોર આપ્યું કે લગ્નને સફળ બનાવવા માટે મિત્રતા હોવી જરૂરી છે. જાવેદ અખ્તરનું એ માનવું છે કે પતિ-પત્નીના સંબંધમાં જરૂરી છે કે બંને એકસાથે ખુશ રહે, એકબીજાનું સન્માન કરે.