બોલિવુડ અદાકારા ગૌહર ખાન મંગેતર ઝૈદ દરબાર સાથે લગ્નગ્રંથીથી જોડાઇ
ગૌહર ખાનનાં સસરા અને જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારે પ્રી-વેડિંગ સેરેમનીમાં પર્ફોમન્સ આપ્યું
મુંબઇ, 12 ડિસેમ્બર 2020 શુક્રવાર
બોલિવુડ અભિનેત્રી ગૌહર ખાન તેના મંગેતર ઝૈદ દરબાર સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગઇ છે, મુંબઇનાં આઇટીસી મરાઠા હોટેલમાં મહેંદીથી લગ્ન સુધીનું આયોજન રાખવામાં આવ્યું, ગૌહર અને ઝૈદ દરબારનાં વેડિંગ ફંક્સનનાં ફોટો અને વિડિયો સોસિયલ મિડિયા પર લાયરલ થઇ રહ્યા છે, તેમાં એક વિડિયો બહાર આવ્યો છે, જેમાં ગૌહર ખાન પોતાના લગ્ન સમયે ભાવુક થતી જોવા મળી રહી છે.
કોરોનાનાં સંક્રમણનાં કારણે એક્ટ્રેસ ગૌહર ખાને પોતાના લગ્નને ખુબ જ પ્રાઇવેટ રાખવાનો નિર્ણય કર્યો, લગ્નમાં માત્ર 50 લોકો જ ઉપસ્થિત રહી શક્યા, તેમાં નજીકનાં પરિવારજનો અને મિત્રો જ સામેલ થયા.
લગ્ન પહેલા યોજાયેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં ખુબ જ નાચગાન થયું, ગૌહર ખાનનાં સસરા અને જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારે આ સમયે તેમની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનાં ગીત "તડપ ત઼ડપ કે " ગીત પર પર્ફોર્મન્સ આપ્યું, આ ગીત તેમણે કંપોઝ કર્યું છે.