ગૌહર ખાને મુંબઈમાં 10.13 કરોડના ત્રણ ફલેટની ખરીદી કરી
- બોલીવૂડમાં વધુ એક પ્રોપર્ટી ડીલ
- એક ફલેટ પોતાના એકલીના નામે લીધો, બે ફલેટમાં પતિ-પત્નીનું સંયુક્ત રોકાણ
મુંબઇ : અભિનેત્રી ગૌહર ખાને મુંબઇના વર્સોવા વિસ્તારમાં ૧૦.૧૩ કરોડ રૂપિયાના ત્રણ ફ્લેટ ખરીદ્યા છે. જેમાંનો એક તેના નામે છે જ્યારે બીજા બે પતિ જૈદ દરબાર ના નામે છે.
રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર, આ ત્રણેય એપાર્ટમેન્ટ વર્સોવાના એક બિલ્ડિંગમાં ખરીદવામાં આવ્યા છે. ગૌહર ખાનના નામનો એક ફ્લેટ૧,૧૦૪.૭૫ સ્કે. ફૂટ ક્ષેત્રફળ ધરાવે છે. આની સાથે એક કાર પાર્કિંગ પણ સામેલ છે. આ ફ્લેટ માટે અભિનેત્રીએ ૧૩.૯૮ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ભરી છે અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન માટે આપ્યા છે.
ગૌહર ખાન અને તેના પતિ જૈદે સયુક્ત નામ સાથે બે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. રજિસ્ટ્રેશનના અનુસાર, આ બન્ને એપાર્ટમેન્ટની કિંમત ૭.૩૩ કરોડ રૂપિયા હતી. આ ફ્લેટના કુલ કાર્પેટ એરિયા ૨,૩૯૩ સ્કે. ફૂટ છે અને સાથે બે કાર પાર્કિંગ પણ સામેલ છે. જે માટે ૪૩.૯૭ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના આપવામાં આવ્યા છે.