Get The App

ગશ્મીર મહાજનીના પિતા અને મરાઠી એક્ટર રવિન્દ્ર મહાજનીનું નિધન

Updated: Jul 15th, 2023


Google NewsGoogle News
ગશ્મીર મહાજનીના પિતા અને મરાઠી એક્ટર રવિન્દ્ર મહાજનીનું નિધન 1 - image


- બેલગામમાં જન્મેલા રવિન્દ્ર મહાજનીએ પોતાની અભિનય યાત્રા ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી શરૂ કરી હતી

પૂણે, તા. 15 જુલાઈ 2023, શનિવાર

મરાઠી એક્ટર-ડાયરેક્ટર રવિન્દ્ર મહાજની શુક્રવારે પૂણેના તાલેગાંવ દાભાડેમાં ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે,  મુંબઈના રહેવાસી મહાજની લગભગ આઠ મહિનાથી તાલેગાંવ દાભાડેના અંબીમાં જર્બિંયા સોસાયટીમાં ભાડાના એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા. શુક્રવારે સાંજે લગભગ 4:30 વાગ્યે એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાં જ તાલેગાંવ MIDC પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જોયુ તો એપાર્ટમેન્ટમાં અંદરથી તાળું મારેલું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોની હાજરીમાં જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા તો ત્યાંનું દ્રશ્ય જોઈને બધા ચોંકી ગયા. અંદર મહાજનીની લાશ પડી હતી. પોલીસે જણાવ્યું કે એપાર્ટમેન્ટના માલિકે મૃતક શખ્તની ઓળખ મહાજની તરીકે કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે એવું લાગે છે કે અભિનેતાનું મૃતદેહ મળ્યાના લગભગ બેથી ત્રણ દિવસ પહેલા જ મોત થઈ ગયુ હતું. પોલીસે દિવંગત અભિનેતાના પરિવારને જાણ કરી છે. હાલમાં પોલીસે અભિનેતાના મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

બેલગામમાં જન્મેલા રવિન્દ્ર મહાજનીએ પોતાની અભિનય યાત્રા ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી શરૂ કરી હતી જેમાં તેણે પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. 1974માં કિરણ શાંતારામ દ્વારા નિર્દેશિત ફિલ્મ ઝુંઝથી તેમને સફળતા મળી હતી. આ પ્રોજેક્ટની સફળતાએ તેમની કારકિર્દીને નવી ઊંચાઈ આપી. ત્યારબાદ તેમની ઘણી ફિલ્મો આવી જેમાં 'આરામ હરામ હૈ', 'લક્ષ્મી', 'લક્ષ્મી ચી પાવલમ', 'દેવતા', 'ગોંધલત ગાંડલ' અને 'મુંબઈ ચા ફોજદાર' સામેલ છે. તેણે 2019 સુધી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. તેઓ છેલ્લે અર્જુન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'પાનીપત'માં નજર આવ્યા હતા.

દિવંગત એક્ટરનો પુત્ર ગશ્મીર મહાજની પણ એક્ટર છે

રવિન્દ્ર મહાજાનીનો પુત્ર ગશ્મીર મરાઠી અને ટેલિવિઝન બંને ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. અભિનેતાએ તાજેતરમાં જ ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં સ્પર્ધક બનીને હેડલાઇન્સ બનાવી હતી. ગશ્મીર પ્રખ્યાત ટીવી સીરિયલ 'ઈમલી'માં પણ નજર આવ્યો હતો.


Google NewsGoogle News