ગણપતિ બાપ્પા મોર્યા: શિલ્પા શેટ્ટીએ કર્યું બાપ્પાનું ધામધુમથી સ્વાગત, રાજ કુન્દ્રા આ હરકતના કારણે થયા ટ્રોલ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ગણપતિ બાપ્પા મોર્યા: શિલ્પા શેટ્ટીએ કર્યું બાપ્પાનું ધામધુમથી સ્વાગત, રાજ કુન્દ્રા આ હરકતના કારણે થયા ટ્રોલ 1 - image

Image:Instagram 

નવી મુંબઇ,તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર 

આપણા દેશમાં સૌથી મોટો ગણેશ ચતુર્થી તહેવાર મુંબઈમાં થાય છે. અહીં ઘણી જગ્યાએ ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવે છે. સર્વત્ર ગણપતિ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ત્યારે બોલિવૂડ શા માટે પાછળ રહે?

ગણપતિના તહેવાર પર દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના ઘરે ગણપતિ બાપ્પાને લઈને આવી છે.

શિલ્પા શેટ્ટી અને પતિ રાજકુન્દ્રા ગણપતિ લેવા માટે માર્કેટમાં ગયા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બાપ્પાને લેતી વખતે શિલ્પા શેટ્ટી ખૂબ ખુશ દેખાઇ રહી હતી ગણપતિ બાપ્પાને ઘરે લાવ્યા બાદ શિલ્પાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાના ઘરે ભગવાન ગણેશની પૂજા કરતી જોવા મળી હતી  પંરતૂ દર વખતની જેમ આ વખતે પણ રાજ કુન્દ્રા કેમેરાથી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. આ વખતે તેણે હૂડી વડે પોતાનો ચહેરો છુપાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

રાજકુન્દ્રાના લુકને જોઇને ઘણા યુઝર્સ તેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા. એક યુઝર્સે કમેન્ટમાં લખ્યું કે, 'બાપ્પા લેવા આવ્યા હતા, તો પણ તે પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે.' લોકો રાજ કુન્દ્રાને ગાળો આપી રહ્યા છે.

ગણપતિ બાપ્પા મોર્યા: શિલ્પા શેટ્ટીએ કર્યું બાપ્પાનું ધામધુમથી સ્વાગત, રાજ કુન્દ્રા આ હરકતના કારણે થયા ટ્રોલ 2 - image

એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'સુખી'માં જોવા મળશે. આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.


Google NewsGoogle News