Get The App

'સલમાન ખાનની હાલત બાબા સિદ્દિકીથી પણ ખરાબ કરીશું...' બિશ્નોઈ ગેંગની સુપરસ્ટારને નવી ધમકી

Updated: Oct 18th, 2024


Google News
Google News
'સલમાન ખાનની હાલત બાબા સિદ્દિકીથી પણ ખરાબ કરીશું...' બિશ્નોઈ ગેંગની સુપરસ્ટારને નવી ધમકી 1 - image


Salman Khan Death Threats: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ખૂબ જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બની રહ્યો છે. NCP (પવાર જૂથ) નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. બાબા સિદ્દિકી પણ સલમાનના મિત્ર હતા અને બોલિવૂડના ઘણાં સિતારાઓ સાથે તેમની ગાઢ મિત્રતા હતી. આ દરમિયાન હવે મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે.

મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી

અહેવાલો અનુસાર, મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 'આને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દિકી કરતા પણ ખરાબ થઈ જશે.' આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: RSSના કાર્યક્રમમાં ચાકૂબાજી, પિતા-પુત્રએ કર્યો હુમલો, 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તંત્રમાં દોડધામ


સલમાનની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે?

અગાઉ મુંબઈ પોલીસે સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું નામ સુખા છે. તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે અને તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે. 

મુંબઈ પોલીસ અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈના આ શાર્પ શૂટરને પાણીપતથી ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2022માં લોરેન્સ અને ગોલ્ડી બરારના કહેવા પર, સુખાએ મુંબઈમાં સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની રેસી કરી હતી. રેકી પછી સુખા સલમાન પર હુમલો કરવાનો હતો, પરંતુ તેનો પ્લાન નિષ્ફળ ગયો. બિશ્નોઈના શૂટર્સે વર્ષ 2022માં સલમાનને મારવા માટે ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી હતી, પરંતુ હુમલાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. શૂટરોએ ફાર્મ હાઉસના ગાર્ડ સાથે મિત્રતા પણ કરી લીધી હતી.

'સલમાન ખાનની હાલત બાબા સિદ્દિકીથી પણ ખરાબ કરીશું...' બિશ્નોઈ ગેંગની સુપરસ્ટારને નવી ધમકી 2 - image

Tags :
salman-khanlawrence-bishnoi

Google News
Google News