VIDEO : ગણપતનો નવો પ્રોમો રિલીઝ, ખતરનાક એક્શન મોડમાં ટાઈગર, કૃતિ સાથે કરી ફાઈટ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
VIDEO : ગણપતનો નવો પ્રોમો રિલીઝ, ખતરનાક એક્શન મોડમાં ટાઈગર, કૃતિ સાથે કરી ફાઈટ 1 - image


                                                       Image Source: Twitter

મુંબઈ, તા. 18 ઓક્ટોબર 2023 બુધવાર

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ગણપતનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. સામે આવેલા આ પ્રોમોને ચાહકો ટ્રેલર કરતા પણ સારો ગણાવી રહ્યા છે. પ્રોમોમાં ટાઈગર ખતરનાક એક્શનમાં મોડમાં નજર આવી રહ્યો છે. એટલુ જ નહીં તે કૃતિ સેનન સાથે ફાઈટ કરતો બતાવાયો છે. જોકે, નવા પ્રોમોમાં અમિતાભ બચ્ચનની ઝલક જોવા મળી નથી. વિકાસ બહલની આ ફિલ્મ 20 ઓક્ટોબરે વિશ્વભરમાં થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યુ છે.

કેવો છે ગણપતનો નવો પ્રોમો

ટાઈગર શ્રોફની ફિલ્મ ગણપતનો નવો પ્રોમો ખૂબ ધમાકેદાર છે. પ્રોમોની શરૂઆતમાં ટાઈગર કહેતા નજર આવી રહ્યા છે કે આ બધુ જ્યાંથી શરૂ થયુ હતુ ત્યાં જ ખતમ કરીએ. જે બાદ ટાઈગરને ખતરનાક એક્શન મોડમાં ગુંડા સાથે લડતા જોઈ શકાય છે. બોક્સિંગ રિંગમાં પણ ટાઈગર જોરદાર ફાઈટ કરી રહ્યો છે. પ્રોમોમાં ટાઈગર ફિલ્મની લીડ એક્ટ્રેસ કૃતિ સેનન સાથે ફાઈટ કરતા નજર આવી રહ્યા છે. પ્રોમોના અંતમાં ટાઈગરનો ડાયલોગ સાંભળવા મળે છે, તે કહે છે- જિંદગીમાં જો એવુ કંઈક જોઈતુ હોય જે પહેલા ના મળ્યુ હોય તો એવુ કંઈક કરવુ પડશે જે પહેલા ના કર્યું હોય. પ્રોમોની સાથે જણાવવામાં આવ્યુ છે કે ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂકી છે.

20 ઓક્ટોબરે રિલીઝ થશે ટાઈગર શ્રોફની ગણપત

ડાયરેક્ટર વિકાસ બહલની ફિલ્મ ગણપત 20 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મને હિંદી સાથે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરાશે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ, કૃતિ સેનન અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે. ફિલ્મ હીરોપંતી બાદ ટાઈગર-કૃતિ લગભગ 7 વર્ષ બાદ સાથે સ્ક્રીન શેર કરતા નજર આવશે. 


Google NewsGoogle News