'ગેમ ઓફ થ્રોન્સ' ફેમ એક્ટર ઈયાન ગેલ્ડરનું કેન્સરના કારણે 74 વર્ષની ઉંમરે નિધન

Updated: May 8th, 2024


Google NewsGoogle News
'ગેમ ઓફ થ્રોન્સ' ફેમ એક્ટર ઈયાન ગેલ્ડરનું કેન્સરના કારણે 74 વર્ષની ઉંમરે નિધન 1 - image


Image: Facebook

Ian Gelder Death: ગેમ ઓફ થ્રોન્સ એક્ટર ઈયાન ગેલ્ડરનું 74 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. બેન ડેનિયલે ખુલાસો કર્યો કે તે ખૂબ લાંબા સમયથી bile duct cancer સામે ઝઝૂમી રહ્યો હતો. ગેલ્ડરના મોતની જાણકારી તેની પત્ની બેન ડેનિયલે સોશિયલ મીડિયા પર આપી.

ઈયાન ગેલ્ડરના મોતનું કારણ

ઈયાન ગેલ્ડરને ગેમ ઓફ થ્રોન્સમાં કેવિન લેનિસ્ટરના પાત્ર માટે ઓળખવામાં આવે છે. ફેમસ એક્ટરના મોતની જાણકારી તેની પત્ની બેન ડેનિયલે શેર કરી. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ડેનિયલ્સે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, 'ખૂબ દુ:ખ અને આઘાત વચ્ચે એ જાણકારી શેર કરી રહી છું કે મારા ડિયર હસબન્ડ ઈયાન ગેલ્ડરનું નિધન થઈ ગયુ છે'.

પત્ની બેન ડેનિયલે શ્રેષ્ઠ લાઈફ પાર્ટનર ગણાવ્યો

ઈયાન ગેલ્ડરને "absolute rock," ગણાવતા બેન ડેનિયલે પોતાના પતિને કાઈન્ડનેસ, ઉદારતાની ખૂબીઓ ગણાવ્યો છે. તેણે પતિ સાથે પોતાની 30 વર્ષ લાંબી પાર્ટનરશિપને યાદ કરતા તેને ખૂબ જ શાનદાર જીવનસાથી ગણાવ્યો છે.

ઈયાન ગેલ્ડરના મૃત્યુ પર સાથીઓએ દુ:ખ વ્યક્ત કર્યું

ઈયાન ગેલ્ડરના મોત પર તેના ઘણા કો-એક્ટરે દુ:ખ વ્યક્ત કર્યું છે. હોલીવુડ એક્ટર પોતાના સીનિયરને ભીની આંખે યાદ કરી રહ્યા છે. મેટ લેન્ટરે ડેનિયલ્સના પ્રત્યે પોતાનો પ્રેમ અને પ્રેયર શેર કરી છે. રિચર્ડ.ઈ.ગ્રાન્ટે ઈયાનના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

લેસ્લી બિબ અને મિસ્સી પાઈલે પણ ગેલ્ડરને યાદ કરતા પોતાની શ્રદ્ધાંજલિ આપી છે. મોટાભાગના લોકોએ ઈયાન ગેલ્ડરને ખૂબ ટેલેન્ટેડ ગણાવતા તેના મૃત્યુને એક મોટી ખોટ ગણાવી છે. ઈયાન ગેલ્ડરે ગેમ ઓફ થ્રોન્સમાં કેવન લેનિસ્ટરના પાત્રથી જોરદાર ચર્ચા મેળવી હતી.


Google NewsGoogle News