Get The App

‘આદિપુરુષ’ના લેખકની નવી પોલ આવી બહાર... કુમાર વિશ્વાસનું નામ લઈ મહાભારત શોના યુધિષ્ઠિરે કર્યો ઘટસ્ફોટ

‘આદિપુરુષ’ પર ગુસ્સે થયેલા ગજેન્દ્રએ કહ્યું, મહાભારત અને રામાયણ જોવાની નહીં, શિખવાની બાબત છે

હું સેન્સર બોર્ડના ડિસીજનથી આશ્ચર્ય પામ્યો છું, તેમના પર પણ સવાલો ઉઠવા જોઈએ : ગજેન્દ્ર ચૌહાણ

Updated: Jun 22nd, 2023


Google NewsGoogle News
‘આદિપુરુષ’ના લેખકની નવી પોલ આવી બહાર... કુમાર વિશ્વાસનું નામ લઈ મહાભારત શોના યુધિષ્ઠિરે કર્યો ઘટસ્ફોટ 1 - image

મહાભારતમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર ચૌહાણે ‘આદિપુરુષ’થી ખુબ જ નારાજ થયા છે. ગજેન્દ્રનું માનવું છે કે, આવી ફિલ્મો ધાર્મિક ભાવનાઓની મજાક ઉડાવે છે. ગજેન્દ્રએ જણાવ્યું કે, રામાયણ અને મહાભારતની વાર્તાઓ આપણા સંસ્કાર અને સભ્યતા સાથે જોડાયેલી છે. આવા પ્રકારની મજાક કોઈપણ સહન ન કરવી જોઈએ. મહાભારત અને રામાયણ જોવાની ચીજ નથી, પરંતુ તે શિખવાની બાબત છે. અમે વિરાસત તરીકે આગામી પેઢીને આવું આપતા જઈએ છીએ. આ આપણા દેશની ધરોહર છે, જેને સંભાળીને રાખવી જોઈએ. આનાથી કોઈ ખોટો સંદેશ ન જવો જોઈએ.

ટિકિટ ખરીદવા છતાં મેં ફિલ્મ ન જોઈએ

ગજેન્દ્રએ જણાવ્યું કે, આ ફિલ્મ જોવા માટે મેં ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ફિલ્મ જોવા થિયેટરમાં જવા મારી આત્મા સહમત ન થઈ. વાસ્તવમાં મેં ટ્રેલર અને નાની ક્લિપ્સમાં જોયા અને જાણ્યા બાદ મને અહેસાસ થયો કે, આ ફિલ્મ તે લાયક નથી. હું મારી માન્યતાને બિલકુલ સમાપ્ત કરવા માંગતો નથી. હું રામને પ્રભુ શ્રીરામ સ્વરૂપે જ જોવા ઈચ્છું છું. મને તો લાગે છે કે, આ પાછળ કોઈ ષડયંત્ર છે. તેઓ આપણી આવનારી પેઢીને બગાડવા માંગે છે. હું ટી-સિરિઝના ભૂષણજીને કહેવા માંગુ છું કે, તેમના પિતાએ વારસો જાળવ્યો છે અને ધાર્મિક ભાવનાઓને ધ્યાને રાખી છે, તેથી તેમણે આ બધી બાબતોનું ખૂબ જ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ. આવનારા સમયમાં આવી વસ્તુઓને બિલકુલ વેલ્યૂ ન આપવી જોઈએ.

સરકારે તુરંત ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ

ડાયલોગો સુધારવા મુદ્દે ગજેન્દ્રએ કહ્યું કે, ધનુષથી તીર નિકળી ગયું છે... જે ડેમેજ થવાનું હતું, તે થઈ ગયું... હવે તેને ગમે તેટલું બદલો, તે બદલવાનું નથી... આનાથી કોઈ ફાયદો નહીં થાય... લોકોએ આદિપુરુષને સજા તો આપી દીધી છે. પ્રથમ દિવસનું કલેક્શન અને આજનું કલેક્શમાં ઘટાડો જોઈ લો... આ લોકો સજાને પાત્ર છે, તેમને સજા તો મળવી જ જોઈએ... પરંતુ હું સેન્સર બોર્ડના ડિસીજનથી આશ્ચર્ય પામ્યો છું... તેમના પર પણ સવાલો ઉઠવા જોઈએ... આ ફિલ્મને તો રિલિઝ જ ન કરવી જોઈએ. આખી ફિલ્મ પર પ્રતિબંધ હોવો જોઈએ... સરકારે તુરંત આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.

મુંતશિરે સોશિયલ મીડિયાની ક્લિપ્સ પરથી ડાયલોગ ઉઠાવી લીધા

ગજેન્દ્રએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે, મને લાગે છે કે, મનોજ મુંતશિરએ અજ્ઞાનતાનો પરિચય આપ્યો છે. તેને બિલકુલ નોલેજ નથી... તેઓ ગીતકાર છે ને તેમની પાસેથી સંવાદ લખાવાયા છે... જે વક્તા, રાઈટર્સના વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે, તેમાંથી જ ડાયલોગ ઉઠાવી મુંતશિર સાહેબે ફિલ્મમાં જોડી દીધા છે. કુમાર વિશ્વાસનો ડાયલોગ છે ‘તેરી લંકા લગા દૂંગા મૈં’. આ તમામને જોડીને તેણે એવી રીતે રજૂ કર્યું કે, તેણે જ બધુ લખ્યું છે. હજુ પણ તે જિદ્દ પર અડેલો છે. કોઈપણ કલાકાર માટે આવો અહંકાર યોગ્ય નથી


Google NewsGoogle News