ગદ્દર થ્રીનું કામ પ્રગતિમાં , સની ફરી તારાસિંઘના રોલમાં
- ગદ્દર ટૂની વાર્તાને હજુ આગળ વધારાશે
- સમગ્ર સ્ટોરી ફાઈનલ થઈ ગઈ , હવે પ્રિ પ્રોડક્શનનું કામ ચાલુ
મુંબઇ : સની દેઓલની 'ગદ્દર થ્રી'નું કામ શરુ થઈ ગયું છે. આ ફિલ્મ માટે સ્ટોરી પણ ફાઈનલ કરી દેવાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 'ગદ્દર ટુ'ની વાર્તાને 'ગદ્દર ૩'માં આગળ વધારવામાં આવશે. જોકે, અત્યાર સુધી સમગ્ર સ્ટોરી આઇડિયા બાબતે કેટલીક ગૂંચવણો હતી. પરંતુ હવે તે નિવારી લેવાઈ છે. પ્રાથમિક સ્ટોરી માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. હવે ફાઈનલ સ્ક્રીનપ્લે સહિત પ્રિ પ્રોડકશનની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
'ગદ્દર ટૂ ' ફિલ્મના અંતમાં જ ત્રીજા ભાગનું પ્રોમીસ આપવામાં આવ્યું હતું.
'ગદ્દર ટૂ'ને બોક્સ ઓફિસ પર કલ્પનાતીત સફળતા મળી હતી. સની દેઓલનું બોલીવૂડમાં પુનરાગમન થયું હતું. તે પછી તેની પાસે અનેક ઓફરો આવી છે.