Leo Actors Fees: થલાપતિ વિજયથી લઈને સંજય દત્ત સુધી ફિલ્મ Leoની સ્ટાર કાસ્ટે ચાર્જ કરી છે તગડી રકમ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
Leo Actors Fees: થલાપતિ વિજયથી લઈને સંજય દત્ત સુધી ફિલ્મ Leoની સ્ટાર કાસ્ટે ચાર્જ કરી છે તગડી રકમ 1 - image


                                                       Image Source: Twitter

મુંબઈ, તા. 19 ઓક્ટોબર 2023 ગુરૂવાર

તમિલ એક્ટર થલાપતિ વિજયની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. વિજયની ખૂબ ફેન ફોલોઈંગ છે. તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થયા પહેલા અલગથી માહોલ બની જાય છે. વિજયે એકવાર ફરી ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા છે. તેમની ફિલ્મ લિયો થિયેટર્સમાં આજે રિલીઝ થઈ ગઈ છે. લિયો એડવાન્સ બુકિંગના મામલે જવાન, પઠાણને પાછળ છોડી ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે કલેક્શનના મામલે આ કઈ ફિલ્મનો રેકોર્ડ તોડશે. 

લિયોમાં વિજયની સાથે સંજય દત્ત, તૃષા કૃષ્ણન, ગૌતમ વાસુદેવ મેનન સહિત ઘણા કલાકાર મહત્વની ભૂમિકા નિભાવતા નજર આવ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટે ખાસ્સી ફી લીધી છે.

વિજયે લીધી આટલી ફી

રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 250-300 કરોડના બજેટમાં બનીને તૈયાર થઈ છે. રિપોર્ટ અનુસાર થલાપતિ વિજયે ફિલ્મ માટે 120 કરોડ ચાર્જ કર્યા છે.

સંજય દત્ત

સંજય દત્ત ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં નજર આવશે. તેમણે આ પાત્ર માટે 8 કરોડ રૂપિયા લીધા છે.

તૃષા કૃષ્ણન

લિયોમાં તૃષા કૃષ્ણન લીડ રોલમાં નજર આવી છે. તેમણે આ ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. લિયોને લોકેશ કનગરાજે ડાયરેક્ટ કરી છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે. રિપોર્ટસ અનુસાર આ કહાની ગેંગસ્ટરની આસપાસ ફરતી નજર આવી છે.

આટલા રૂપિયામાં વેચાયા રાઈટ્સ

રિપોર્ટ્સ અનુસાર લિયોના સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્સ વેચાઈ ચૂક્યા છે. સેટેલાઈટ રાઈટ્સ અને ડિજિટલ રાઈટ્સ 200 કરોડમાં વેચાયા છે. ડિજિટલ રાઈટ્સ નેટફ્લિક્સે 120 કરોડમાં ખરીદ્યા છે. સેટેલાઈટ રાઈટ્સ સન ટીવીએ 80 કરોડમાં ખરીદ્યા છે. ઓટીટી પર આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાણકારી આપવામાં આવી નથી.


Google NewsGoogle News