Get The App

હોસ્પિટલ જવામાં બે કલાક લાગ્યા? 12માં માળે કઈ રીતે પહોંચ્યો ચોર? સૈફ અલી ખાન કેસમાં ઉઠી રહ્યા છે 6 ગંભીર સવાલ

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
હોસ્પિટલ જવામાં બે કલાક લાગ્યા? 12માં માળે કઈ રીતે પહોંચ્યો ચોર? સૈફ અલી ખાન કેસમાં ઉઠી રહ્યા છે 6 ગંભીર સવાલ 1 - image


Saif Ali Khan Attack Case: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ અને ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ ઈલ્યાસ શરીફુલ ઈસ્લામ શહઝાદની પૂછપરછ કરવામાં રહી છે. પૂછપરછ અને તપાસ દરમિયાન થઈ રહેલા ખુલાસાઓના કારણે લોકોનું કન્ફ્યૂઝન વધી રહ્યું છે અને ફરીથી વિભિન્ન અટકળો લગાવવામાં આવી રહી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે સૈફના ઘરેથી મળેલા ફિંગરપ્રિન્ટ્સ આરોપી શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચ નથી થતા. આ કારણે મુંબઈ પોલીસની તપાસ અને આ કેસમાં બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

સૈફ અલી ખાનના કિસ્સામાં આ 6 સવાલો ઉઠી રહ્યા છે. આમાંથી એક-બે સવાલ તો મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણે અને નેતા સંજય નિરૂપમે પણ ઉઠાવ્યા છે. સૈફના શરીર પર પાંચ ઈજાઓ હતી, જેમાંથી બે ખૂબ જ ગંભીર હતી. MLCમાં બતાવેલી સૌથી ગંભીર ઈજાઓ ગરદન અને પીઠની ઈજાઓ હતી.

સૈફ અલી ખાન કેસમાં ઉઠી રહ્યા છે 6 ગંભીર સવાલ 

1. સૈફ અલી ખાનને આટલી ગંભીર ઈજાઓ પહોંચવા છતાં તે આટલો ફિટ ઘરે કેવી રીતે પહોંચ્યો? ભાજપના નેતા અને મંત્રી નિતેશ રાણેએ પણ આ સવાલ ઉઠાવ્યા છે.

2. શું સીસીટીવી ફૂટેજમાં દેખાતો આરોપી અને ધરપકડ કરાયેલા આરોપીનો ચહેરો એક જ છે? પોલીસને ફેસ રેકગ્નિશન ટેસ્ટ (FRT) ટેસ્ટની જરૂર છે.?

3. 8 વર્ષનો તૈમૂર કેમ આટલી મોડી રાત્રે સૈફને હોસ્પિટલ લઈને ગયો?

4. હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે સૈફને રાત્રે 2:00 વાગ્યે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ એડમિશન પેપર પર એડમિટનો સમય 4:11 am લખેલો હતો. તો પછી 2:11 કલાક સુધી સૈફ ક્યાં હતો અને તે કઈ સ્થિતિમાં હતો?

5. આટલી હાઈ સિક્યોરિટી બિલ્ડિંગમાં આરોપી કેવી રીતે સીધો સૈફના 12મા માળે કેવી રીતે પહોંચ્યો?

6. આરોપીના પિતાએ મોટો દાવો કર્યો છે કે, સીસીટીવીમાં દેખાતો આરોપી મારો પુત્ર નથી. તો શું મુંબઈ પોલીસે સાચા આરોપીને પકડ્યો છે?

સૈફ અલી ખાન કેસમાં નવો વળાંક, ખોટા વ્યક્તિની થઈ ધરપકડ? બાંગ્લાદેશી શકમંદના ફિંગર પ્રિન્ટ મેચ ન થયા

પોલીસની થિયોરી પર પણ ઉઠી રહ્યા સવાલ

પોલીસની થિયોરી બોલી રહી છે કે, માત્ર સીસીટીવી અને હ્યૂમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપી પકડાયો હતો, પરંતુ શું દાદર અને વરલીના સીસીટીવીમાં દેખાતો આરોપી એ જ આરોપી છે જેની પોલીસે ધરપકડ કરી છે? આ સવાલો બાદ જ આરોપી દોષિત સાબિત થઈ શકશે. 


Google NewsGoogle News