મિસ સ્વિત્ઝરલૅન્ડ ફાઇનલિસ્ટની ક્રૂર હત્યા: પતિએ જ મૃતદેહના ટુકડા કરી બ્લેન્ડરમાં પીસી નાંખ્યા, સાત મહિના બાદ થયો ઘટસ્ફોટ
Kristina Joksimovic Murder: ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડની ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિકની હત્યાને લઈને બહુ મોટો ખુલાસો થયો છે. ક્રિસ્ટીનાના પતિએ તેની નિર્મમ હત્યા કરી દીધી હતી.
પતિ થોમસે હત્યાની કબૂલાત કરી
13 ફેબ્રુઆરીના રોજ 38 વર્ષીય ક્રિસ્ટીના જોક્સિમોવિચની સ્વિટ્ઝર્લેન્ડના બેસલ નજીકના બિનીંગેનમાં તેના ઘરે હત્યા કરવામાં આવી હતી. હવે સાત મહિના બાદ તેના પતિ થોમસે હત્યાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તેણે આવું પોતાનો સ્વ-બચાવ કરવા માટે છરી વડે હુમલો કરી તેની હત્યા કરી હતી.
સ્વ-બચાવ કરવા માટે હત્યા કરી
થોમસે દાવો કર્યો હતો કે, તેણે પોતાના સ્વ-બચાવ કરવા માટે ક્રિસ્ટીનાની હત્યા કરી હતી, કારણ કે તેણીએ મારા પર છરી વડે હુમલો કર્યો હતો. હત્યા કર્યા બાદ હું ગભરાઈ ગયો હતો, તેથી મેં તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. જો કે સ્વિસ આઉટલેટ FM1 ટુડે અનુસાર, મેડિકલ-ફોરેન્સિક રિપોર્ટ થોમસના સ્વ-બચાવ કરવાના દાવાનું ખંડન કર્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, થોમસની મુક્તિ માટેની અરજી લૌઝેનની ફેડરલ કોર્ટે ફગાવી દીધી છે.
કરવત અને છરી વડે મૃતદેહના ટુકડા કર્યા
આગળ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કે ક્રિસ્ટીનાના શરીરના ટુકડા કર્યા બાદ પતિ મૃતદેહને લોન્ડ્રી રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કરવત, છરી અને બગીચાના કાતર વડે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. તે પછી પતિએ મૃતદેહને હેન્ડ બ્લેન્ડરમાં ક્રશ કરીને મૃતદેહના ભાગોને પ્યુરી કરી તેને કેમિકલના દ્રાવણમાં ઓગાળી નાખ્યા હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પત્નીની હત્યા કર્યા બાદ થોમસ આ ઘટનાને છુપાવવા માટે તે નિર્દય બની ગયો હતો.
વર્ષ 2017માં લગ્ન કર્યા હતા
ક્રિસ્ટીના અને થોમસનાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. તેઓ બેઝલના પોર્શ વિસ્તારમાં એક આલીશાન ઘરમાં સમૃદ્ધ જીવન જીવી રહ્યા હતા. ક્રિસ્ટિનાએ હત્યાના ચાર અઠવાડિયા પહેલા જ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. મોડલનો પતિ અને આરોપી એક આંત્રપ્રિન્યોર છે, અને દંપતીને બે પુત્રીઓ પણ છે.
અગાઉ પણ ઘરેલુ હિંસાને લઈને પોલીસ બોલાવી હતી
જો કે ક્રિસ્ટીના જોક્સિમોવિચના પતિના મિત્રએ પોલીસને એક અલગ જ વાર્તા કહી હતી. થોમસના મિત્રએ પોલીસને જણાવ્યું કે, ક્રિસ્ટીના જોક્સિમોવિચ અને થોમસ વચ્ચેના સંબંધો સારા ચાલી રહ્યા ન હતા. અગાઉ ઘરેલુ હિંસાના સંબંધમાં પણ પોલીસને તેના ઘરે બોલાવવામાં આવી હતી.
મિસ સ્વિટ્ઝર્લેન્ડ 2007ની ફાઇનલિસ્ટ
વર્ષ 2007ની મિસ સ્વિટ્ઝર્લેન્ડ સ્પર્ધામાં ક્રિસ્ટીના જોક્સિમોવિચ ફાઇનલિસ્ટ રહી હતી. અને અગાઉ મિસ નોર્થવેસ્ટ સ્વિટ્ઝર્લેન્ડનો તાજ પણ જીતી ચૂકી હતી. બાદમાં તે કેટવોક કોચ બની હતી. આ સિવાય તે મિસ યુનિવર્સ 2013ની સ્પર્ધા માટે મોડલ ડોમિનિક રિન્ડરકનેચની મેન્ટર પણ રહી હતી.