પોર્ન સ્ટાર સાથેની તુલના પર ભડકી નેહા સિંહ રાઠોર, બેક ટુ બેક કરી પોસ્ટ
નવી મુંબઇ,તા. 27 માર્ચ 2024, બુધવાર
ભાજપે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કંગના રનૌત પર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જે બાદ ભાજપ આ અંગે કોંગ્રેસને ઘેરી રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ પણ કંગના પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને કડક દેખાય રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશની લોક ગાયિકા નેહા સિંહ રાઠોડે સરકારને સવાલ કર્યો છે કે, શું હું દેશની દીકરી નથી? પોતાના ટ્વીટમાં કંગના રનૌતના કેસનો ઉલ્લેખ કરીને તેણે ભાજપ પર નિશાન સાધ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
એક્સ એકાઉન્ટ પર નેહા અને પોર્ન સ્ટાર મિયા ખલીફાની તસવીરો વાયરલ કરીને તેની સરખામણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર થઇ રહેલી તેની સરખામણીના કારણે નેહા ગુસ્સે છે અને તેણે કહ્યું છે કે, તે એક સન્માનિત ગાયિકા છે પરંતુ ભાજપ સાથે સંકળાયેલા લોકો દ્વારા તેની છબી ખરાબ કરવામાં આવી રહી છે.
પોસ્ટ કરી શેર
નેહા રાઠોડે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આજે સવારથી બીજેપીના આઈટી સેલ અને નાના-નાના નેતાઓ પોર્નસ્ટાર મિયા ખલીફા સાથેનો મારો ફોટો ટ્રેંડ કરી રહ્યા છે અને મને હેરાન કરી રહ્યા છે, શું કોઈ જાણકારને તે દેખાતું નથી? આ રીતે દીકરીનો ઉદ્ધાર થશે??
'યુપીની વહુનું અપમાન થઈ રહ્યું છે'
યુપી સરકારને સવાલ પૂછતા નેહા સિંહે તેના એક્સ એકાઉન્ટ પર બેક ટુ બેક પોસ્ટમાં લખ્યું છે, “યોગીજી જોઈ રહ્યા છો ને! બિહારની દીકરી અને ઉત્તર પ્રદેશની વહુનું સોશિયલ મીડિયા પર કેવી રીતે અપમાન થાય છે! મારી ભૂલ શું? આજ કે હું સરકારને સવાલ પૂછું છું?
જે વસ્તુ માટે મારી પ્રશંસા થવી જોઈએ, તેના બદલે મારી બેઇજજ્તી કરવામા આવી રહી છે. શું આ ભાજપનું સુશાસન છે? મહારાજ આ રીતે દીકરીને બચાવશે!
શું માત્ર કંગના રનૌત જ દેશની દીકરી છે?
નેહાએ બેક ટુ બેક પોસ્ટમા કહ્યું કે, “મારા સન્માનની લડાઈમાં મને તમારા બધાના સમર્થનની જરૂર છે. રાષ્ટ્રીય મહિલા આયોગ અને મીડિયા પાસે મારા જેવી સામાન્ય છોકરી માટે સમય નથી. તેના માટે માત્ર કંગના રનૌત જ દેશની દીકરી છે. સરકારને પૂછો કે, દેશની દીકરીઓની સાથે આવો વ્યવહાર કેમ કરવામા આવે છે? શું નેહા સરકારને પ્રશ્નો પૂછવાની કિંમત ચૂકવી રહી છે?
રાષ્ટ્રીય મહિલા આયોગ પર ઉઠ્યા પ્રશ્નો
નેહાએ તેના આગામી ટ્વીટમાં રાષ્ટ્રીય મહિલા આયોગ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે લખ્યું, “ભારતનું રાષ્ટ્રીય મહિલા આયોગ કરોડો મહિલાઓ માટે હંમેશા આશાનું કિરણ રહ્યું છે. પરંતુ આજે મારે ભારે હૈયે કહેવું છે કે, હાલમાં આ પંચને માત્ર ભાજપ સાથે સંકળાયેલી મહિલાઓના હિતોની રક્ષા કરવામાં જ રસ ધરાવે છે. હું ખુબ દુ:ખી છું!!”
મહત્વનુ છેકે,નેહા સિંહ રાઠોડ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રિલીઝ થયેલા તેના ગીત 'યુપી મેં કા બા' માટે પ્રખ્યાત થઈ હતી. નેહા સિંહ રાઠોડ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ ધરાવે છે. આ સિવાય તાજેતરમાં ભોજપુરી ગીતોને અશ્લીલતા મુક્ત અને સમૃદ્ધ બનાવવા માટે 'ભોજપુરી બચાવો આંદોલન' શરૂ કરવામાં આવ્યું છે.