માત્ર અભિનેતા-અભિનેત્રી જ નહીં, બોલીવૂડના આ પાંચ ડાયરેક્ટર્સ પાસે પણ કરોડોની સંપત્તિ, જુઓ યાદી
Five Richest Film Directors of India:: આપ સૌએ મોટાભાગના અભિનેતાઓ અને અભિનેત્રીઓની ફી તેમજ તેમના નેટવર્થ વિશે ઘણી ચર્ચા સાંભળી હશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના સૌથી અમીર ડાયરેક્ટર કોણ છે ? ચાલો આજે આપણે નેટવર્થ પ્રમાણે ભારતના 5 ટોચના ડાયરેક્ટર્સ વિશે જાણીએ. આ યાદીમાં કરણ જોહર અને રાજકુમાર હિરાનીનું નામ પણ છે.
ભારતના સૌથી ડાયરેક્ટર્સ
આમ તો આપણે દરેક લોકો જાણીએ છીએ કે, એક્ટિંગ સાથે સાથે અમીરોમાં શાહરુખ ખાનનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. અને તે પણ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના સૌથી અમીર અભિનેતાઓની યાદીમાં સામેલ છે. વર્ષ 2023 ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, તે વિશ્વના ચોથા સૌથી અમીર અભિનેતા છે. સલમાન ખાન, આમિર ખાન, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા ટોચના કલાકારોએ પણ પોતાની મહેનત દ્વારા કરોડો રુપિયા કમાઈ રહ્યા છે. કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓએ પણ નામની સાથે- સાથે ખૂબ રુપિયા કમાઈ રહી છે.
આ તો વાત થઈ અભિનેતા અને અભિનેત્રીઓની. પરંતુ શું તમે જાણો છો કે ભારતના સૌથી અમીર ડાયરેક્ટર્સની યાદીમાં કોનું કોનું નામ આવે છે? ચાલો આજે આ વિશે જાણીએ. ભારતના ટોપ-5 ડિરેક્ટર્સની યાદીમાં પહેલું નામ કરણ જોહરનું છે.
ભારતના પાંચ સૌથી ધનિક ડિરેક્ટર્સ
1. કરણ જોહર
કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ', 'માય નેમ ઈઝ ખાન', 'સ્ટુડન્ટ ઑફ ધ યર' જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર કરણ જોહર પાસે હાલમાં કોઈ વસ્તુની કમી નથી. પછી તે નામ હોય કે રુપિયા. તેમની કુલ સંપત્તિ 1700 કરોડ રુપિયા છે.
2. રાજકુમાર હિરાણી
હિરાણી બોલિવૂડના સૌથી સફળ ડાયરેક્ટરોમાંથી એક ગણાય છે. તેમના કરિયરમાં અત્યાર સુધીમાં તેમણે માત્ર 6 ફિલ્મો કરી છે. અને તેમની દરેકે- દરેક ફિલ્મો ખૂબ સફળ રહી છે. રિપોર્ટ પ્રમાણે તેમની પાસે 1300 કરોડ રુપિયાની સંપત્તિ છે.
3. સંજય લીલા ભણશાળી
આ યાદીમાં ત્રીજી નામ સંજય લીલા ભણશાળીનું આવે છે. તેમણે 'દેવદાસ', 'બાજીરાવ મસ્તાની', 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી મોટી ફિલ્મોના નિર્દેશક કર્યું છે. ભણશાળી પાસે કુલ સંપત્તિ 940 કરોડ રુપિયા છે.
4. અનુરાગ કશ્યપ
નેટવર્થના મામલે અનુરાગ કશ્યપનું નામ ટોપ-5 ડિરેક્ટર્સની યાદીમાં સામેલ છે. રિપોર્ટ પ્રમાણે તેઓ 850 કરોડ રુપિયાની સંપત્તિ ધરાવે છે.
5. મેઘના ગુલઝાર
આ યાદીમાં છેલ્લું નામ મેઘના ગુલઝારનું છે. તેમણે 'સામ બહાદુર', 'રાઝી' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. નેટવર્થની બાબતમાં પણ તેઓ કોઈથી કમ નથી. રિપોર્ટ પ્રમાણે તેમની પાસે 830 કરોડ રુપિયાની સંપત્તિ છે.