સંજય લીલા ભણશાલીની પ્રથમ વેબ સીરીઝ હીરામંડીનું પ્રથમ ગીત લોન્ચ

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
સંજય લીલા ભણશાલીની પ્રથમ વેબ સીરીઝ હીરામંડીનું પ્રથમ ગીત લોન્ચ 1 - image


- જેમાં ઋચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ અને દિવ્યા દત્તા ડાન્સ કરતા જોવા મળ્યા

મુંબઇ : સંજય લીલા ભણશાલીના દિગ્દર્શનમાં બની રહેલી વેબ સીરીઝ હીરામંડી  લાંબા સમયથી ચર્ચામાં છે. આ વેબ સીરીઝ દ્વારા જ ભણશાલી ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યો છે. આ વેબ સીરીઝનું ટીઝર થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે એક ગીત 'સકલ બન' લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેબ સીરીઝમાંથી સાત ગીતો જોવા મળવાના છે.દરેક અભિનેત્રીને સીરીઝ માટે ડાન્સ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. 

આ ગીતનો વીડિયો શેર કરીને સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે, સૌંદર્ય, શક્તિ અને અનુગ્રહની સાથે ખીલનારા ફૂલોની ઋતુનો જ્શ્ન મનાવા માટે વસંત ઋતુમાં કદમ રાખો. 

એક રિપોર્ટના અનુસાર, વેબ સીરીઝ હીરામંડી:  ધ ડાયમંડ બજારનું પ્રથમ ગીત સકલ બનને ૯ માર્ચના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. વાયરલ થયેલી વીડિયોમાં ગીત માટે એક ભવ્ય ગોલ્ડન કલરનો સેટ બનાવામાં આવ્યો છે. આ ગીતમાં ઋચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સજીદા શેખ અને દિવ્યા દત્તા ગોલ્ડન રંગના કપડામાં નૃત્ય કરતી જોવા મળી રહી છે. 


Google NewsGoogle News