ડ્રામા અને થ્રિલરથી ભરપૂર સંજય લીલા ભણસાલીની વેબ સીરીઝ 'હીરામંડી'નો ફર્સ્ટ લુક રિલીઝ, રોયલ અંદાજમાં નજર આવી અભિનેત્રીઓ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
ડ્રામા અને થ્રિલરથી ભરપૂર સંજય લીલા ભણસાલીની વેબ સીરીઝ 'હીરામંડી'નો ફર્સ્ટ લુક રિલીઝ, રોયલ અંદાજમાં નજર આવી અભિનેત્રીઓ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

સંજય લીલા ભણસાલી એક વાર ફરીથી પોતાના રોયલ અંદાજને 'હીરામંડી: ધ ડાયમંડ બજાર'માં દર્શાવવા જઈ રહ્યા છે. હીરામંડી વેબ સીરીઝથી સંજય લીલા ભણસાલી ઓટીટીની દુનિયામાં આવવા તૈયાર છે. સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ હીરામંડી: ધ ડાયમંડ બજારનો પહેલો લુક સોશિયલ મીડિયા પર રિવીલ કરી દેવાયો છે. હીરામંડીના પહેલા લુકમાં મ્યૂઝિકથી લઈને સેટની વૈભવતા જોઈને કોઈ પણ વ્યક્તિ ચોંકી જશે. નેટફ્લિક્સ સીરીઝ હીરામંડીમાં સુંદરતા, ડ્રામા, સસ્પેન્સ અને થ્રિલરની કમાલ મિક્સર જોવા મળી રહ્યુ છે.

હીરામંડીનો પહેલો લુક સોશિયલ મીડિયા પર વાયરલ

સંજય લીલા ભણસાલી હીરામંડી: ધ ડાયમંડ બજારનો પહેલો લુક આઝાદી પહેલાના સમયમાં લઈ જાય છે અને ગણિકાઓના જીવનમાં પ્રેમ અને વિશ્વાસઘાતની વાતો શાહી શૈલીમાં બતાવવામાં આવી છે. હીરામંડીની શરૂઆતમાં એક્ટ્રેસ મનીષા કોઈરાલા હાથમાં મહેંદી લગાવેલી એક સસ્પેન્સ મ્યૂઝિક સાથે નજર આવે છે. પછી ભણસાલીની એપિક ડ્રામા સીરીઝની એક પછી એક વાતો ખૂલે છે. જેમાં આલીશાન સેટ, સજેલા પાત્ર જોવા મળે છે. અદિતિ રાવ હૈદરી, ઋચા ચડ્ઢા, સંજીદા શેખ અને સોનાક્ષી સિન્હાનો અંદાજ જોવા મળે છે.

રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી

સંજય લીલા ભણસાલીની એપિક ડ્રામા સીરીઝ હીરામંડી: ધ ડાયમંડ બજારની સત્તાવાર રિલીઝ ડેટ હજુ એનાઉન્સ કરવામાં આવી નથી. જોકે એવી આશા કરવામાં આવી રહી છે કે મચ અવેટેડ સીરીઝ 2024માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. હીરામંડીના પહેલા લુકમાં મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, ઋચા ચડ્ઢા, સંજીદા શેખ અને સોનાક્ષી સિન્હાનો દમદાર અંદાજ જોવા મળી રહ્યો છે. સંજય લીલા ભણસાલીની સીરીઝનો પહેલો લુક રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.


Google NewsGoogle News