બોલિવૂડના બે એક્ટર્સ પર કરોડોની હેરાફેરીનો આરોપ: 45 લોકો સાથે છેતરપિંડીનો આરોપ, FIR નોંધાઈ
Alok Nath and Shreyas Talpade News: બોલિવૂડ અને ટીવીની દુનિયામાં ઘણી ફિલ્મો અને સિરિયલો કરી ચૂકેલા એક્ટર આલોક નાથ અને એક્ટર શ્રેયસ તલપડે અને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના પાંચ સભ્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. FIRમાં જણાવાયું છે કે 7 આરોપીઓએ 45 રોકાણકારો સાથે રૂ. 9.12 કરોડની છેતરપિંડી કરી છે. આ સાત લોકોમાં બોલિવૂડના બે કલાકારોના નામ પણ સામેલ છે.
હરિયાણાના સોનીપતમાં બોલિવૂડ એક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, માત્ર લખનઉમાં જ નહીં પરંતુ હરિયાણાના સોનીપતમાં પણ થોડા દિવસ પહેલા જ બોલિવૂડ એક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. શ્રેયસ તલપડે અને આલોક નાથ ઉપરાંત 11 વધુ લોકો મલ્ટી લેવલ માર્કેટિંગ કૌભાંડના આરોપી છે. આ મામલો એક સહકારી મંડળી સાથે સંબંધિત છે, જે લાખો લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા બાદ અચાનક ગાયબ થઈ ગઈ હતી.
શું છે સમગ્ર મામલો?
આ મામલો 'માનવ કલ્યાણ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી' નામની સહકારી મંડળી સાથે સંબંધિત છે, જે લાખો લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા બાદ અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મંડળી છેલ્લા 6 વર્ષથી લોકો પાસેથી પૈસા વસૂલતી હતી, પરંતુ જ્યારે લોકોએ તેમના પૈસા પાછા માંગ્યા તો તેનો ડાયરેક્ટર ફરાર થઈ ગયો. મીડિયા અહેવાલો અનુસાર, આ બંને કલાકારોએ આ સોસાયટીની રોકાણ યોજનાઓને પ્રમોટ કરી હતી, જ્યારે સોનુ સૂદે પણ તેના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને કલાકારો પર આલોક નાથ અને શ્રેયસ તલપડે કોઓપરેટિવ સોસાયટીના બ્રાન્ડ એમ્બેસેડર હોવાનો આરોપ છે અને પીડિતોને આવા મોટા લોકોના ચહેરા બતાવીને રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી.