આખરે આશિકી થ્રીનું શૂટિંગ આગામી મહિનાથી શરૂ થવાની જાહેરાત
- દિગ્દર્શક અનુરાગ બસુએ કન્ફર્મ કર્યું
- હિરો તરીકે કાર્તિક આર્યન કન્ફર્મ, હિરોઈનની જાહેરાતની રાહ જોવાય છે
મુંબઈ : 'આશિકી થ્રી' બનશે કે નહિ તે અંગે સેવાતી શંકાકુશંકાઓનો અંત આવ્યો છે. દિગ્દર્શક અનુરાગ બસુએ કન્ફર્મ કર્યા મુજબ પોતે આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનાથી શરુ કરી રહ્યા છે.
'આશિકી' ટાઈટલ મુદ્દે થયેલા વાંધા તથા હિરોઈનની પસંદગીના વિવાદને કારણે અનુરાગ બસુ તથા હિરો કાર્તિક આર્યન બંને અન્ય પ્રોજેક્ટસમાં વ્યસ્ત થઈ ગયા હતા. આથી, આ ફિલ્મનાં ભાવિ અંગે અટકળો જાગી હતી.
ફિલ્મના હિરો તરીકે કાર્તિક આર્યન કન્ફર્મ છે.
તેણે પોતે જ છેક સપ્ટેમ્બર ૨૦૨૨માં આ ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, હિરોઈન અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે.
થોડા સમય પહેલાં અહેવાલો હતા કે હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરીને નક્કી કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તૃપ્તિએ ફિલ્મ બનવાની અનિશ્ચિતતાથી કંટાળીને આ ફિલ્મ છોડી દીધી હતી. જોકે, સર્જકોના દાવા અનુસાર તેમને હિરોઈન તરીકે એક ફ્રેશ ફેસની તલાશ હતી અને હવે તૃપ્તિ હિરોઈન તરીકે વધારે જાણીતી બની ચૂકી હોવાથી તેમના માપદંડોમાં ફિટ બેસતી ન હતી.