Get The App

દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબીયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબીયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ 1 - image


Subhash Ghai has been admitted to the ICU : દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, ઘાઈને શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ, વારંવાર ચક્કર આવવા, યાદશક્તિમાં ઘટાડો અને બોલવામાં તકલીફ થવાને કારણે બુધવારે સાંજે હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ઘાઈના પ્રતિનિધિએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ઘાઈના પ્રતિનિધિએ આપ્યું નિવેદન 

ઘાઈના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 'અમે જણાવવા માંગીએ છીએ કે સુભાષ ઘાઈ બિલકુલ ઠીક છે. તેમને નિયમિત ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તમારા બધાના પ્રેમ અને ચિંતા બદલ આભાર.

ઘણી જાણીતી ફિલ્મ ડાયરેક્ટ કરી છે 

ગત મહિને, 79 વર્ષીય દિગ્દર્શકે પત્રકાર અને લેખક સુવીન સિન્હા દ્વારા સહ-લેખિત 'કર્મ ચાઈલ્ડ' નામની તેમની આત્મકથા લોન્ચ કરી હતી. સુભાષ ઘાઈએ 'રામ લખન', 'ખલનાયક', 'પરદેશ', 'તાલ' જેવી ઘણી જાણીતી ફિલ્મો આપી છે. 

દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબીયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ 2 - image




Google NewsGoogle News