ફિલ્મ નિર્માતા પ્રવેશ સી મહેરાનું 71 વરસની વયે કોરોનાથી નિધન
- તેમણે શાહરૂખ ખાન સાથેની ચમત્કાર અને રામ જાને તેમજ અન્યો ફિલ્મોનું નિર્માણ કર્યું હતું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.19 ડિસેમ્બર 2020, શનિવાર
ભૂતકાળની ફિલ્મોના નિર્માતા પ્રવેશ સી મહેરાનું ૭૧ વરસની વયે કોરોનાથી નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી કોવિડ-૧૯ના સપાટામાં આવ્યા હતા.તેઓ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા એ દરમિયાન તેમનું નિધન થયું હતું.
પ્રવેશ સી મહેરાએ તેમની કારકિર્દી દરમિયાન ચમત્કાર, રામજાને, સલાખેં, અશાંતિ, આખરી અદાલત, શિકારી : ધ હંટર, કિલા જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેઓ લાંબા સમય સુધી મુંબઇના જાણીતા થિયેટર મિનર્વા સિનેમાના માલિક પણ હતા. જ્યાં ૧૯૭૫ની સુપરહિટ ફિલ્મ શોલે પાંચ વરસ સુધી લાગી હતી.
તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી ઉપરાંત એક મોટી બહેન અને ત્રણ નાના ભાઇ છે.