ફિલ્મ નિર્માતા હંસલ મહેતા એકશન જોનરમાં એન્ટ્રી લેશે
મુંબઇ : માર્મિક વાર્તાઓ માટે જાણીતો થયેલો ફિલ્મ નિર્માતા હંસલ મહેતાનો આગામી પ્રોજેક્ટ એક એકશન ફિલ્મ હોવાની વાત છે. જોકે આ ફિલ્મ વિશે કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી, પરંતુ અફવા એવી છે કે, તે આ ફિલ્મ માટે અભિનેતા લક્ષ્ય સાથે વાતચીત કરી રહ્યો છે.
એક રિપોર્ટના અનુસાર, એક વાર્તાકાર તરીકે હંસલ મહેતા હમેંશા અલગ-અલગ વિષય વસ્તુમાં રૂચિ લેતા જોવા મળી રહ્યો છે. તે પોતાની આગામી ફિલ્મને એક એકશન ફિલ્મ તરીકે નિર્માણ કરવા ઉત્સાહિત છે.
હંસલ મહેતા નવોદિતો પર ભરોસો કરીને તેન પાસેથી ઉત્તમ અભિનય કરાવાવ માટે પણ જાણીતો છે. હાલ ચર્ચા છે કે લક્ષ્ય સાથે ફિલ્મ બનાવાવનું વિચારી રહ્યો છે પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.