Get The App

ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીએ કર્યો બોલિવૂડ માફિયાનો પર્દાફાશ, કહ્યું કેવી રીતે પ્રિયંકા અને સુશાંત વિરુદ્ધ ચાલી રહ્યું હતું ષડયંત્ર

પ્રિયંકા અને સુશાંત વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું કેમ્પેઇન

સુશાંત સિંહ રાજપૂતને પણ આ સિસ્ટમે ખૂણામાં ધકેલી દીધો હતો

Updated: Apr 4th, 2023


Google News
Google News
ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીએ કર્યો બોલિવૂડ માફિયાનો પર્દાફાશ, કહ્યું કેવી રીતે પ્રિયંકા અને સુશાંત વિરુદ્ધ ચાલી રહ્યું હતું ષડયંત્ર 1 - image
Image Insta

મુંબઈ, તા. 4 એપ્રિલ 2023, મંગળવાર  

થોડા દિવસો પહેલા પ્રિયંકા ચોપડાએ બોલીવૂડ વિશે ઘણા ખુલાસા કર્યા હતા. પ્રિયંકાએ જણાવ્યું હતું કે શા માટે તેણે હોલીવુડમાં કામ શોધવાનું શરૂ કર્યું હતું. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રાજકારણથી કંટાળી ગઈ હતી. કારણ કે તે આ પ્રકારની ગંદી રમત રમવામાં અસક્ષમ હતી. જેના કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં ખૂણામાં ધકેલવામાં આવી રહી હતી. લોકો તેને કાસ્ટ ન કરી રહ્યા હતા. હવે ફિલ્મ મેકર અપૂર્વ અસરાની પણ પ્રિયંકાના સપોર્ટમાં આવી ગયા છે. અપૂર્વએ બોલીવૂડમાં ચાલી રહેલા કેમ્પેઇન અને તે કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીને કંટ્રોલ કરી રહ્યા છે તે વિશે પણ જણાવ્યું હતું. અપૂર્વએ તેમના પાવર વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, આ કેવી રીતે લોકો કોઈપણ કલાકારનું કરિયર બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરિવારવાદ ચરમસીમા પર

અસરાનીએ જણાવ્યું કે કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં પરિવારવાદ ચરમસીમા પર છે. તે ઓડિયન્સની નસ નસ જાણે છે. અસરાનીએ કયું કે, 'આ સારી વાત છે કે તેમનાં પોતાના ફેવરિટ છે અને તેમને પૂરો અધિકાર છે તેમની સાથે કામ કરવાનો પ્રોબ્લેમ ત્યારે થાય છે ત્યારે કોઈના વિરુદ્ધ ગેંગ બનાવી લેવામાં આવે છે. એક એક્ટર કે ટેકનીશીયનના એટલા વિરુદ્ધ થઇ જવું કે તે આ સંપૂર્ણ ઇકો સિસ્ટમમાં કામ પણ ન કરી શકે.' અસરાનીએ જણાવ્યું કે તેણે ઘણાં આવા કિસ્સાઓ જોયા છે જ્યાં કોઈનો ઈગો હર્ટ થઈ જાય છે જયારે કોઈ એક્ટર કોઈ ફિલ્મ રિજેક્ટ કરી દે છે. તે પછી તેમનો ઈગો કોઈ બીજાના ઘમંડ સાથે જોડાઈ જાય છે અને કહેવામાં આવે છે કે આ એક્ટર સાથે કોઈ કામ નહિ કરે. તે પછી આ એક્ટરની છબી ખરાબ કરવા માટે આ લોકો મીડિયાનો ઉપયોગ કરે છે. તેમનાં વિરુદ્ધ બેફામ ખોટા આર્ટીકલ્સ લખવામાં આવે છે.

સુશાંત સિંહ રાજપુતને પણ આ સિસ્ટમે કોર્નર કર્યો હતો

પ્રિયંકા વિશે જણાવતાં અસરાનીએ કહ્યું કે, ' પ્રિયંકાએ એક વર્ષમાં બે હીટ ફિલ્મો આપી હતી. પરંતુ તેમનાં વિરુદ્ધ આર્ટીકલ્સમાં લખવામાં આવ્યો કે તેમની સાથે કોઈ કામ કરવા નથી માંગતું. તે પ્રિયંકાને આ ફિલ્મો બદલ ક્રેડીટ જ આપવા ન માંગતા હતા. તે એક સ્ટાર અથવા એક્ટર તરીકે આગળ વધી શકતી ન હતી. પરંતુ પ્રિયંકાએ હાર ન માની અને આ કરપ્ટ સિસ્ટમથી દુર પોતાનો અલગ રસ્તો બનાવ્યો. આ સાથે અસરાનીએ સુશાંત સિંહ રાજપુત વિશે વાત કરતા કહ્યું કે, 'સમગ્ર સિસ્ટમે તેને કોર્નર કરી દીધો હતો. તેને એવોર્ડથી પણ અલગ કરી દેવામાં આવ્યો હતો. તેની છેલ્લી ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ તે ફિલ્મને ફ્લોપ કહેવામાં આવી હતી. તે ખુબ હોશિયાર હતો પણ તેની વાતોને ગાંડપણ કહેવામાં આવતું હતું. તેને ખુબ હેરાન કરવામાં આવ્યો હતો, તેના પર 'મી ટુ'ના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. સૌથી ખરાબ વાત એ છે કે આ બધું અમારી સામે જ હતું, પણ અમે જોઈ ન શક્યા.

Tags :