Filmfare Awards 2022: રણવીર સિંહ બન્યો બેસ્ટ એક્ટર, કૃતિ સેનને આ ફિલ્મ માટે મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
- મુંબઈમાં આયોજિત આ મેગા ઈવેન્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ 'શેરશાહ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર
Filmfare Awards 2022માં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. મુંબઈમાં આયોજિત આ મેગા ઈવેન્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ 'શેરશાહ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી હતી. તો બીજી તરફ વિષ્ણુવર્ધનને બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ ફિલ્મના એવોર્ડ માટે વિકી કૌશલની 'સરદાર ઉધમ સિંહ', તાપસી પન્નુની 'રશ્મિ રોકેટ' અને 'રામપ્રસાદની તેરહવી' સ્પર્ધામાં જોવા મળી હતી.
જ્યાં સુધી બેસ્ટ એક્ટર અથવા એક્ટ્રસનો સવાલ છે તો Filmfare Awards 2022માં ફિલ્મ 83 માટે રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતેલા પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપની સંપૂર્ણ વાર્તા વર્ણવતી આ ફિલ્મમાં રણવીર સિંહે તત્કાલિન કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવી હતી.
તો બીજી તરફ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કૃતિ સેનને ફિલ્મ 'મિમી' મળ્યો હતો. આ ફિલ્મમાં કૃતિ સેનને એક સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી જે એક વિદેશી કપલના બાળકને જન્મ આપે છે. ઈવેન્ટમાં રણવીર સિંહે ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાનનો આભાર માન્યો જે 83ના ડિરેક્ટર છે.
- જાણો Filmfare Awards 2022માં મળેલા બેસ્ટ એવોર્ડ વિશે
બેસ્ટ અભિનેતા: રણવીર સિંહ- ફિલ્મ 83
બેસ્ટ અભિનેત્રી: કૃતિ સેનન- ફિલ્મ મિમી
બેસ્ટ ડાયરેક્ટર: વિષ્ણુવર્ધન- ફિલ્મ શેરશાહ
બેસ્ટ સહાયક ભૂમિકામાં અભિનેતા: પંકજ ત્રિપાઠી-ફિલ્મ મીમી
બેસ્ટ સહાયક ભૂમિકામાં અભિનેત્રી: સાઈ તામ્હંકર-ફિલ્મ મીમી
બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીઃ ચંદીગઢ કરે આશિકી(Chandigarh Kare Aashiqui)
બેસ્ટ ડેબ્યુ મેલ: એહાન ભટ 99 ગીતો
બેસ્ટ ડેબ્યુ ફીમેલઃ શર્વરી વાઘ- ફિલ્મ બંટી ઔર બબલી 2
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરઃ સીમા પાહવા- ફિલ્મ રામપ્રસાદ કી તેહર્વી
બેસ્ટ લિરિક્સઃ કૌસર મુનીર- ફોર લેહરા દો ફિલ્મ '83'
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): બી પ્રાક- મન ભર્યા 2.0 ફિલ્મ શેરશાહ
બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ): અસીસ કૌર-રાતાન લાંબિયાં ફિલ્મ શેરશાહ
એવોર્ડ શો દરમિયાન કેટલીક સુંદર અને ખાસ ક્ષણો જોવા મળી હતી. અભિનેતા રણવીર સિંહે પત્ની દીપિકા પાદુકોણને સ્ટેજ પર કિસ કરી હતી અને આ તસવીરો અને વીડિયો જોરદાર વાયરલ થયા હતા. રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથે સ્ટેજ પર આવ્યો અને બાદમાં તેણે દીપિકા પાદુકોણને કિસ કરી હતી.