અરિજિત સિંહના અવાજમાં રિલીઝ થયું Tiger 3નું પહેલું સોન્ગ 'લેકે પ્રભુ કા નામ', જોવા મળી સલમાન-કેટરીનાની કેમિસ્ટ્રિ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
અરિજિત સિંહના અવાજમાં રિલીઝ થયું Tiger 3નું પહેલું સોન્ગ 'લેકે પ્રભુ કા નામ', જોવા મળી સલમાન-કેટરીનાની કેમિસ્ટ્રિ 1 - image


Image Source: Twitter

- આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં નજર આવશે

- Tiger 3 12 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈ, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર

Tiger 3 Song  Leke Prabhu Ka Naam Out: સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3' વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. તાજેતરમાં જ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ચાહકોની એક્સાઈટમેન્ટ વધારતા ફિલ્મનું નવું સોન્ગ 'લેકે પ્રભુ કા નામ' રિલીઝ કરવામાં આવ્યુ છે. જે ખૂબ જ શાનદાર છે.

Tiger 3નું પહેલું સોન્ગ 'લેકે પ્રભુ કા નામ' રિલીઝ

યશરાજ ફિલ્મસે આજે રામનવમીના અવસર પર પોતાની અપકમિંગ ફિલ્મ 'ટાઈગર 3'નું પહેલું સોન્ગ 'લેકે પ્રભુ કા નામ' રિલીઝ કરી દીધુ છે. આ સોન્ગ એક થા ટાઈગર નું 'માશાલ્લાહ' અને 'ટાઈગર જિંદા હૈ' નું 'સ્વેગ સે સ્વાગત' જેવા ડાન્સ નમ્બર્સમાં વધુ એક એડિશન છે. 'ટાઈગર 3'નો રિલીઝ કરવામાં આવેલ પહેલો મ્યુઝિક વિડિયો તુર્કીના કેપ્પાડોસિયામાં શૂટ કરવામાં આવ્યો છે. ગીતમાં સલમાન ખાન અને કેટરિના કૈફ તેમની જબરદસ્ત કેમેસ્ટ્રી સાથે ડાન્સ મૂવ્સ બતાવતા નજર આવી રહ્યા છે. સોન્ગનું મ્યુઝિક ખૂબ જ દમદાર છે.

'લેકે પ્રભુ કા નામ'ને અરજિત સિંહે ગાયુ

સલમાને કહ્યું હતું કે, 'ટાઈગર 3' નું 'લેકે પ્રભુ કા નામ' તેમના ફેવરેટ ડાન્સ ટ્રેકમાંથી એક છે અને તેને આશા છે કે, લોકો આ ચાર્ટબસ્ટરમાં તેને અને કેટરીના કૈફને જોવાનું પસંદ કરશે. રસપ્રદ વાત એ છે કે, આ સોન્ગને અરિજિત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. 9 વર્ષનો ઝઘડો ખતમ કરીને પહેલી વખત અરિજિત અને સલમાને આ સોન્ગને કોલેબોરેટ કર્યું છે.

'ટાઈગર 3'ની વાત કરીએ તો તે YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ છે અને તે ટાઈગર ફ્રેન્ચાઈઝીનો ત્રીજો પાર્ટ છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એકવાર સ્ક્રીન શેર કરતા નજર આવશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 12 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 



Google NewsGoogle News