બોક્સ ઓફિસના 'બાદશાહ' સામે રાજકુમારનું સરેન્ડર! 'જવાન'ના કારણે ફિલ્મ Stree 2 ની રિલીઝ ડેટ લંબાવાઈ
Image Source: Twitter
મુંબઈ, તા. 11 સપ્ટેમ્બર 2023 સોમવાર
હિંદી સિનેમાના કિંગ ખાન શાહરુખ ખાનની ફિલ્મ જવાનને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી નિર્માતા-નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ગદર 2 ના બોક્સ ઓફિસ કલેક્શનમાં ખૂબ ઘટાડો થયો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ગયા અઠવાડિયે કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે રિલીઝ થઈ અને રવિવાર સુધી ઘરેલૂ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન અત્યાર સુધી 280 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયુ છે. આ અઠવાડિયે પણ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની સામે કોઈ મોટી હિંદી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી.
અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મો જ્યારે રિલીઝ થાય છે તો તેમની ફિલ્મોની સામે લગભગ 2 અઠવાડિયા સુધી કોઈ અન્ય મોટા સ્ટારની ફિલ્મ રિલીઝ થતી નથી, જેનો ભરપૂર ફાયદો શાહરૂખ ખાનની ફિલ્મને મળે છે. આ અઠવાડિયે એટલે કે 15 સપ્ટેમ્બરે પણ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. 15 સપ્ટેમ્બરે અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મની પણ રિલીઝ ડેટ લંબાવાઈ છે.
મળતી માહિતી અનુસાર અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રીની રિલીઝ ડેટ 15 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી હતી. આ વિશે જ્યારે ફિલ્મના નિર્દેશક તુષાર હીરાનંદાની સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યુ કે ફિલ્મ સ્ત્રીની રિલીઝ ડેટ નવેમ્બર, ડિસેમ્બર સુધી ટાળી દેવાઈ છે. અત્યાર સુધી નવી રિલીઝ ડેટ ફાઈનલ થઈ નથી અને તેથી સત્તાવાર જાહેરાત બાદમાં કરવામાં આવશે.