Leoનો થિયેટરોમાં દબદબો, રજનીકાંતની 'જેલર' અને 'ગદર 2'ને પછાડી, આટલા કરોડની થઈ કમાણી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
Leoનો થિયેટરોમાં દબદબો, રજનીકાંતની 'જેલર' અને 'ગદર 2'ને પછાડી, આટલા કરોડની થઈ કમાણી 1 - image


Image Source: Twitter

- 'લિયો'એ માત્ર 3 જ દિવસમાં વર્લ્ડવાઈડ 200 કરોડનો આંકડો પાર કરી લીધો

નવી દિલ્હી, તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર

થલાપતિ વિજય સ્ટાર ફિલ્મ 'લિયો' બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. 'લિયો' એ રિલીઝના ત્રીજા દિવસે ડોમેસ્ટિક માર્કેટમાં લગભગ 40 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. તેના બીજા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનમાં 11.88%નો વધારો નોંધાયો હતો જે 35.25 કરોડ રૂપિયા હતું. આ વધારા સાથે 'લિયો' હવે કુલ 140. 05 કરોડ રૂપિયાની ડોમેસ્ટીક કમાણી પર પહોંચી ગઈ છે.

વર્લ્ડવાઈડ 200 કરોડનો આંકડો પાર 

બીજી તરફ ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો 'લિયો'એ માત્ર 3 જ દિવસમાં વર્લ્ડવાઈડ 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે નેલ્સન દિલીપ કુમાર નિર્દેશિત રજનીકાંતની જેલર અને સની દેઓલની ગદર 2ની કમાણીને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મ 'જેલર'એ તેના પ્રથમ ત્રણ દિવસમાં 107 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે પહેલા દિવસે 48.35 કરોડ રૂપિયા, બીજા દિવસે 25.75 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 34.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે 'ગદર 2'ના પહેલા 3 દિવસના કલેક્શનની વાત કરીએ તો સની દેઓલની ફિલ્મે માત્ર 134 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તમિલ સિનેમાની 7મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

શુક્રવારે તમિલ માર્કેટમાં ફિલ્મનું પ્રદર્શન ઘટ્યું હતું પરંતુ શનિવારે તેણે શાનદાર વાપસી કરી હતી. તામિલનાડુમાં મોર્નિંગ શોની ઓક્યુપેન્સી 65.73% હતી જે સાંજના સ્ક્રીનિંગ દરમિયાન વધીને 79.51% થઈ ગઈ હતી. જે આગલા દિવસની સરખામણીમાં જબરદસ્ત સુધારો છે. આ ફિલ્મ 250-300 કરોડ રૂપિયાના ખર્ચે બની હતી અને અને ફિલ્મે 3 દિવસમાં જ પોતાનું મોટા ભાગનું બજેટ કાઢી લીધુ છે. આ ફિલ્મ તમિલ સિનેમાની 7મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.


Google NewsGoogle News