VIDEO : ફરી થિયેટરો ગજવશે બોબી દેઓલ, સૂર્યાની ફિલ્મ 'કંગુવા'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
VIDEO : ફરી થિયેટરો ગજવશે બોબી દેઓલ, સૂર્યાની ફિલ્મ 'કંગુવા'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ 1 - image


Kanguva Teaser : ફિલ્મો જોવાના શોખીનો માટે 2024નું વર્ષ શાનદાર રહેવાનું છે. આ વર્ષે અનેક મોટી અને સારી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં એક નામ 'કંગુવા'નું પણ સામેલ છે. ધમાકેદાર સ્ટોરી અને દમદાર સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મ 'કંગુવા'નું જબરદસ્ત ટીઝર આઉટ થઈ ગયું છે. સૂર્યા, દિશા પટની અને બોબી દેઓલ જેવા સ્ટાર આ ફિલ્મમાં નજરે પડશે. આવો જાણીએ કે 'કંગુવા'નું ટીઝર કેટલું ધમાકેદાર છે.

'કંગુવા'નું ટીઝર મેકર્સે આઉટ કરી દીધું છે. પોસ્ટની જેમ ટીઝર પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. પાત્રોની સાથે શૂટિંગ લોકેશન અને સ્ટાર કાસ્ટનું કોસ્ટ્યૂમ પણ મનમોહી લે તેવા નજરે પડી રહ્યા છે. જણાવી દઈએ કે, 'કંગુવા' ફિલ્મને સોશિયલ મીડિયા પર શરૂઆતથી જ ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે.

ખુબ ખાસ હશે આ ફિલ્મ

'કંગુવા' ફિલ્મ સિરૂથાઈ શિવાના ડાયરેક્શનમાં બની છે. મેકર્સને આ ફિલ્મથી ખુબ આશા છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ ફેન્સ વચ્ચે સતત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં બોબી દેઓલનું પાત્ર ખુબ જ રસપ્રદ હશે. એનિમલની જેમ જ તેઓ આ ફિલ્મમાં ધૂમ મચાવતા નજરે પડશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

હજુ સુધી મેકર્સે 'કંગુવા'ની રિલીઝ ડેટ જાહેર નથી કરાઈ. ફેન્સને આશા હતી કે મેકર્સ ટીઝરની સાથે રિલીઝ ડેટ આઉટ કરી દેશે. જણાવી દઈએ કે ટીઝર આઉટ થવાની સાથે ઈન્ટરનેટ પર છવાઈ ગું છે. સૂર્યા અને બોબી દેઓલની જોડીને એક સાથે જોવી ખુબ જ રસપ્રદ હશે.



Google NewsGoogle News