Kalki Pre Booking: પ્રભાસની 'કલ્કી 2898 AD'નો રીલિઝ પહેલા જ ઝલવો; 55,555 ટિકિટ વેચાઈ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Kalki Pre Booking: પ્રભાસની 'કલ્કી 2898 AD'નો રીલિઝ પહેલા જ ઝલવો; 55,555 ટિકિટ વેચાઈ 1 - image


Kalki Pre Booking:  સાઉથના સુપરસ્ટાર પરંતુ હવે બોલિવૂડના પણ સ્ટાર બની ગયેલા પ્રભાસ તથા દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'Kalki 2898 AD'ની રીલિઝમાં માત્ર એક સપ્તાહ બાકી છે. ફિલ્મના મેકર્સથી લઈને દરેક સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ગઈકાલે મુંબઈમાં 'કલ્કી 2898 એડી'ની પ્રી-રીલિઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ એકસાથે જોવા મળી હતી. લાંબાગાળા બાદ કોઈ એક ફિલ્મ પાસેથી અપેક્ષા છે કે, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરશે અને જૂના રેકોર્ડ તોડશે.

રીલિઝિંગના એક સપ્તાહ પૂર્વે જ 'કલ્કી 2898 એડી'એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મ મેકર્સ ભારત સહિત વિદેશમાં પણ ફિલ્મને વધુ સ્ક્રિન મળે, મોટા પાયે લોકો જોઈ શકે અને વધુ આવક કરી શકે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. આ પ્રયાસોનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. ઉત્તર અમેરિકાથી ફિલ્મના પ્રી-બુકિંગના કેટલાક આંકડા સામે આવ્યા છે. ફિલ્મની ટિકિટનું બુકિંગ પૂરજોશમાં થઈ રહ્યું છે. ઉત્તર અમેરિકામાં પ્રભાસની ફિલ્મનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.

Kalki 2898 AD Pre Booking :

એક રિપોર્ટ અનુસાર 'કલ્કી 2898 એડી'ની 55,555 ટિકિટ રીલિઝ પહેલા જ વેચાઈ ગઈ છે. આ સાથે મેકર્સને આશા છે કે, 'કલ્કી 2898 એડી'ની સફળતા વિદેશમાં પણ જોવા મળશે. મૂવીની સ્ટાર કાસ્ટ પર નજર કરીએ તો નાગ અશ્વિને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને વૈજયંતિ મૂવીઝ તેનું નિર્માણ કરી રહી છે. 

આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન ઉપરાંત કમલ હાસન અને દિશા પટણી સહિત ઘણા કલાકારો 'કલ્કી 2898 એડી'માં જોવા મળવાના છે. ફિલ્મમાં બુજ્જી નામનું પાત્ર પણ જોવા મળશે, જે એક કાર છે અને તેના ડાયલોગ્સ કીર્તિ સુરેશે પોતાના અવાજમાં ડબ કર્યા છે.


Google NewsGoogle News