VIDEO: 'દિલ સે સોલ્જર, દિમાગ સે શેતાન હૈ હમ...', અક્ષય-ટાઇગરની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નુ ટીઝર રિલીઝ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
VIDEO: 'દિલ સે સોલ્જર, દિમાગ સે શેતાન હૈ હમ...', અક્ષય-ટાઇગરની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નુ ટીઝર રિલીઝ 1 - image


નવી મુંબઇ,તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર 

બોલીવૂડનો ખેલાડી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની એક્શનથી ભરપૂર એન્ટરટેઈનર ‘બડે મિયાં છોટે મિયાં’ વર્ષ 2024ની સૌથી મચઅવેટેડ ફિલ્મ છે. આ જોડી પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે અને ફેન્સ ફિલ્મના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઇને ચાહકો માટે એક અપડેટ સામે આવી છે. ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ 'બડે મિયાં છોટે મિયાં'નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાની સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

'બડે મિયાં છોટે મિયાં'નું એક્શન પેક્ડ ટીઝર રિલીઝ

ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ 'બડે મિયાં છોટે મિયાં'નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર ફુલ-ઓન એક્શન અને કોમેડીથી ભરપૂર છે. ટીઝરની શરૂઆત બ્લાસ્ટ, હેલિકોપ્ટર, મિસાઈલથી થાય છે. આ પછી ફિલ્મમાં વિલન બનેલા સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારનનો અવાજ સંભલાય છે. ટીઝરમાં એક ડાયલોગ સંભળાય છે.. “એક ઐસા પ્રલય જો ભૂત, વર્તમાન ઔર ભવિષ્ય કૌ બદલ દૈગા, એક ઐસા પ્રલય જો અચ્છાઇ ઔર બુરાઇ કી જંગ કો હમેશા કે લિયે ખત્મ કર દૈગા”  આ ડાયલોગ બાદ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ધમાકેદાર એન્ટ્રી થાય છે. 

ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી છે. આ પછી ટીઝરમાં ઘણા એક્શન સિક્વન્સ પણ જોવા મળે છે. એકંદરે, ‘બડે મિયાં છોટે મિયાં’નું ટીઝર ઘણું જોરદાર છે.

અક્ષય કુમારે પણ કર્યું ટીઝર શેર

ટીઝર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું કે, “દિલ સે સોલ્ઝર, દિમાગ સે શૈતાન હૈ હમ, બચકે રહેના હમ સે, હિન્દુસ્તાન હૈ હમ” 

ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સિવાય પૃથ્વીરાજ સુકુમારને 'બડે મિયાં છોટે મિયાં'માં વિલનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, અલાયા એફ, રોનિત રોય અને માનુષી છિલ્લરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. . આ ફિલ્મ એપ્રિલ 2024માં ઈદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.  


Google NewsGoogle News