Get The App

બોક્સ ઓફિસ પર 'એનિમલ'ની ધૂમ, ઓપનિંગ ડે પર ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 100 કરોડને પાર

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
બોક્સ ઓફિસ પર 'એનિમલ'ની ધૂમ, ઓપનિંગ ડે પર ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 100 કરોડને પાર 1 - image


Image source: Twitter

- 'એનિમલ' એ ઓપનિંગ ડે પર ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 61 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

મુંબઈ, તા. 02 ડિસેમ્બર 2023, શનિવાર

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'એનિમલ' લાંબા સમયથી ચર્ચામાં હતી. અંતે શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને દર્શકો વચ્ચેનો ક્રેઝ બોક્સ ઓફિસ કલેક્શનથી સ્પષ્ટ થઈ ગયો છે. રણબીર કપૂરની 'એનિમલ' આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. 

ફર્સ્ટ ડે કલેક્શન

શાહરૂખ ખાનની 'જવાન' એ પોતાનું ખાતું 75 કરોડ રૂપિયાથી ખોલ્યું હતું. જો શરૂઆતના આંકડાઓનું માનીએ તો રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'એનિમલ' થોડા કરોડથી પાછળ પડી છે. નહીંતર આ ફિલ્મે SRKની 'જવાન'ને ટક્કર આપી દીધી હોત. ફિલ્મ 'એનિમલ' એ ભારતમાં તો તાબડતોડ કમાણી કરી જ છે હવે તેનું વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર થયુ છે. 

ગેંગસ્ટર થ્રિલર 'એનિમલ' ઓપનિંગ ડે માં વર્લ્ડ વાઈડ 100 કરોડના ક્લબમાં સામેલ થનારી ફિલ્મોના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. શરૂઆતના આંકડા પ્રમાણે 'એનિમલ'એ વર્લ્ડ વાઈડ પ્રથમ દિવસે 120 કરોડનો બિઝનેસ કર્યો છે. 

રણબીર કપૂર સ્ટારર 'એનિમલ'ને 'A' સર્ટિફિકેટ મળ્યું છે તેમ છતાં ફિલ્મ અંગે ઘણો ક્રેઝ જોવા મળ્યો છે. આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. સૈકનિલ્કના અર્લી ટ્રેડ પ્રમાણે 'એનિમલ' એ ઓપનિંગ ડે પર ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 61 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


Google NewsGoogle News