VIDEO : ફાઈટરનું ટીઝર રિલીઝ, ઋતિક-દીપિકાની કેમિસ્ટ્રી જોરદાર, અનિલ કપૂરનો પણ પાયલટ અવતાર

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
VIDEO : ફાઈટરનું ટીઝર રિલીઝ, ઋતિક-દીપિકાની કેમિસ્ટ્રી જોરદાર, અનિલ કપૂરનો પણ પાયલટ અવતાર 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીના બે સૌથી ગુડ લુકિંગ કલાકાર છે. ચાહકો વર્ષોથી આ બંનેને મોટા પડદે સાથે જોવાની રાહ જોઈ રહ્યા છે. તેથી જ્યારે ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે પોતાની ફિલ્મ ફાઈટરમાં બંનેને સાથે કાસ્ટ કર્યા, તો બોલીવુડ ચાહકોની એક્સાઈટમેન્ટ આપમેળે વધી ગઈ.

ફાઈટરનું ટીઝર આવી ગયુ છે. પહેલી વખત કોઈ બોલીવુડ ફિલ્મ ફાઈટર જેટ્સના હવાઈ એક્શનના આ લેવલ પર એક્સ્પ્લોર કરી રહી છે. ટીઝરમાં આ હવાઈ એક્શન તો રૂંવાડા ઊભા કરી દેનારુ છે જ પરંતુ ઋતિક, દીપિકા અને અનિલ કપૂરનો ફાઈટર પાયલટ અવતાર પણ ખૂબ સોલિડ લાગી રહ્યો છે પરંતુ જેમને ઋતિક અને દીપિકાની ઓનસ્ક્રી કેમેસ્ટ્રી જોવાની આતુરતા હતી તેમના માટે પણ સિદ્ધાર્થે ટીઝરમાં અમુક સીન્સ રાખ્યા છે. 

હવાઈ એક્શનવાળી કેમેસ્ટ્રી

ફાઈટરના ટીઝરમાં ઋતિક ફાઈટર પ્લેન ઉડાવી રહ્યા છે અને દીપિકા પહાડોની વચ્ચે હેલિકોપ્ટરને પૂરી સ્કિલની સાથે કંટ્રોલ કરી રહી છે.

ફાઈટરના ટીઝરમાં એક ફ્રેમમાં ઋતિક અને દીપિકા કોઈ પાર્ટી સોંગ ટાઈપ સિચ્યુએશનમાં પણ જોવા મળી રહ્યા છે. એક ફ્રેમમાં બંનેને વર્દી પહેરેલા સેલ્યૂટ મારતા પણ જોઈ શકાય છે. કેઝ્યુઅલ પોશાકમાં આ બંને એક બાઈક પર પણ રાઈડ કરતા નજર આવી રહ્યા છે અને આ સીન તમને હોલીવુડની ક્લાસિક એરિયલ એક્શન ફિલ્મ 'ટોપ ગન'ની યાદ અપાવશે.

ઋતિક-દીપિકાની જોરદાર કેમેસ્ટ્રી

બોલીવુડના આ બંને સુપર ગુડ લુકિંગ એક્ટર્સ ટીઝરમાં જ પોતાની કેમેસ્ટ્રીને એક લેવલ ઉપર પણ લઈ જતા જોવા મળી રહ્યા છે. ટીઝરની વચ્ચે એક ફ્રેમમાં ઋતિક અને દીપિકા બીચ પર નજર આવી રહ્યા છે. આ સીનમાં દીપિકા એક બ્લેક મોનોકિનીમાં છે અને બોડી ફ્લોન્ડ કરી રહેલા ઋતિકના સુપર ટોન્ડ એબ્સ પણ ફ્રેમમાં નજર આવી રહ્યા છે અને ટીઝરમાં બંનેના કિસિંગ સીન પણ છે.

ઋતિક અને દીપિકાના સીન્સ દર્શાવી રહ્યા છે કે ફાઈટરની કહાનીમાં બંનેની મજબૂત રોમેન્ટિક રિલેશનશિપ પણ નજર આવવાની છે અને ફિલ્મમાં એક ગીત પણ છે જે આ શાનદાર કપલની સાથે પૂરી ફાઈટર ગેંગને લઈને આવશે. આ તો માત્ર ટીઝર છે અને પૂરી આશા છે કે ફિલ્મનું ટ્રેલર જોરદાર હશે. ફાઈટર 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે.



Google NewsGoogle News