અલ્લુ અર્જુનને ભારે પડી ફુઆ પવન કલ્યાણની નારાજગી? સમર્થકોએ કહ્યું, '...તો ધરપકડ ના થઈ હોત'
Allu Arjun Arrested : ઉત્તર ભારતમાં ફુઆ નારાજ થાય તો લગ્નમાં ભંગ પડવાની વાત સામાન્ય છે, જોકે દક્ષિણ ભારતના કોઈ ઘરમાં આવો પહેલીવાર મામલો સામે આવ્યો છે. આ ફુવા આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ છે અને તેમના ભત્રીજા અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી છે, જેના કારણે સૌકોઈ આશ્ચર્ય પામ્યા છે. ફિલ્મ પુષ્પા-2ની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં એક મહિલા ચાહકનું મોત થયું હતું. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. અલ્લુના ફુઆ પવન કલ્યાણના સમર્થકો કહી રહ્યા છે કે, જો અલ્લુ ફુઆ સામે ઝુકી ગયા હોતા તો વાત ધરપકડ સુધી ન પહોંચી હોત.
પુષ્પા-2ની સ્ક્રીનિંગ વખતે નાસભાગ થતા મહિલાનું થયું હતું મોત
વાસ્તવમાં અભિનેતા અલ્લુ અર્જુન સુરક્ષા કર્મચારીઓ સાથે હૈદરાબાદની સંધ્યા ટોકીઝમાં ફિલ્મ પુષ્પા-2ની રિલીઝની પૂર્વસંધ્યાએ પહોંચ્યા હતા. તેમણે પોલીસને પણ જાણ કરી ન હતી. ટોકીઝમાં તેમની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. અલ્લુ અર્જુનની સાથે સેંકડો ચાહકોની ભીડ ટોકીઝમાં ઘૂસી હતી. આ દરમિયાન નાસભાગ મચી અને તેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેના બાળકની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, નાસભાગ કેસમાં કોર્ટનો નિર્દેશ
રાજકીય ખેલમાં ફસાયો અલ્લુ અર્જુન ?
તેલંગણાના રાજકારણની વાત કરીએ તો, મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમજ અલ્લુ અને કોનિડેલા ફેમિલી વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત અલ્લુના પરિવારમાં પણ રાજકારણ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અલ્લુએ ફુવા પવન કલ્યાણનું સમર્થન કરવાના બદલે વિપક્ષ YRS કોંગ્રેસ પાર્ટીના નેતા શિલ્પા રવિ રેડ્ડીનું સમર્થન કર્યું હતું. તે વખતે પણ અલ્લુ સામે કેસ ચાલી રહ્યો હતો, જોકે તેણે કેસને ગંભીરતાથી ધ્યાને લીધ નહતો. આ દરમિયાન ફુવા પવન કલ્યાણની જીત થઈ હતી, ત્યારે અલ્લુએ તેમને સોશિયલ મીડિયા એક્સ પર અભિનંદન પાઠવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, નવો કેસ નોંધાયો હોવા છતાં અલ્લુએ ફુવા પાસે એકવાર પણ મદદ માંગી નથી. અલ્લુને વિશ્વાસ હતો કે, હાઈકોર્ટમાંથી કેસ રદ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની કાકી સુરેખાના લગ્ન પવન કલ્યાણના સગાભાઈ ચિરંજીવી સાથે થયા છે.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનને પકડવા આવેલી પોલીસ જોઈને રડવા લાગી પત્ની, પુષ્પાએ આપી સાંત્વના, જુઓ VIDEO
પોલીસે હાઈકોર્ટના આદેશની રાહ જોઈ લેત, પરંતુ...
સૂત્રોએ એવું પણ કહ્યું છે કે, પોલીસે આ કેસમાં હાઈકોર્ટના આદેશની રાહ જોઈ લેત, પરંતુ અલ્લુએ ગુરુવારે દિલ્હી જઈને જે પ્રકારનો રાજકીય સંકેત આપ્યો હતો, તેના કારણે તેલંગાણાના નેતાઓ ચોંકી ગયા હતા. અલ્લુને પણ હૈદરાબાદ પહોંચ્યા બાદ તેની ભૂલનો અહેસાસ થયો અને તેની તરફથી આ અંગે યોગ્ય ખુલાસો પણ કરાયો, પરંતુ ત્યાં સુધીમાં તીર ધનુષમાંથી નીકળી ચૂક્યું હતું.
આ પણ વાંચો : અભિનેતા અલ્લુ અર્જુન પર BNSની બે કલમ લગાવાઈ, આજીવન કેદ સુધીની છે જોગવાઈ
દિલ્હીમાં અલ્લુ અને પ્રશાંત કિશોર વચ્ચે મુલાકાત
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પુષ્પા-2ના હિન્દી વર્જનનો પ્રચાર જોનારી ટીમના માધ્યમથી દિલ્હીમાં અલ્લુ અર્જુન અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે મુલાકાત થઈ હતી. આ પહેલા ફિલ્મો પ્રથમ પ્રચાર કાર્યક્રમ પણ પટણામાં યોજાયો હતો. શિક્ષક વિધાન પરિષદની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટી ભલે હારી ગઈ હોય, પરંતુ આ ચૂંટણીમાં તેમના ઉમેદવાર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન કરતા આગળ રહ્યા છે. અલ્લુના ગઈકાલના નિવેદનમાં કહેવાયું હતું કે, અલ્લુના રાજકારણમાં પ્રવેશવાની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. આવા કિસ્સામાં અલ્લુની ટીમના સત્તાવાર નિવેદન પર જ વિશ્વાસ કરે.