Get The App

ગેંગસ્ટરના પ્રેમમાં પડી, બે હજાર કરોડનો ડ્રગ્સ કેસ, કરિયર બરબાદ: 25 વર્ષે ભારત આવેલી મમતા કુલકર્ણીની લવ સ્ટોરી

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
ગેંગસ્ટરના પ્રેમમાં પડી, બે હજાર કરોડનો ડ્રગ્સ કેસ, કરિયર બરબાદ: 25 વર્ષે ભારત આવેલી મમતા કુલકર્ણીની લવ સ્ટોરી 1 - image


Image: Facebook

Mamta Kulkarni Love Story: જ્યારે સામાન્ય લોકો અંડરવર્લ્ડ ડોનનું નામ સાંભળીને ધ્રૂજી જાય છે તો બીજી તરફ ઘણી એવી બોલિવૂડ એક્ટ્રેસ રહી જે અંડરવર્લ્ડ ડોનને ડેટ કરી ચૂકી છે. તેમાંથી એક નામ છે પોતાના સમયની સુંદર અને સુપરહિટ હિરોઈન રહી ચૂકેલી મમતા કુલકર્ણીનું જેનું નામ એક નહીં પરંતુ બે-બે ગેંગસ્ટરની સાથે જોડાઈ ચૂક્યું છે. 

મમતા કુલકર્ણીની લવ સ્ટોરી

બોલિવૂડની પૂર્વ એક્ટ્રેસ મમતા કુલકર્ણીનો જન્મ 20 એપ્રિલ 1972એ મુંબઈમાં થયો હતો. કુલકર્ણીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1992માં આવેલી ફિલ્મ તિરંગાથી કરી હતી. ત્યારે તે માત્ર 20 વર્ષની હતી. આ સિવાય તે આશિક આવારા, વક્ત હમારા હે, ક્રાંતિવીર, કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, આંદોલન, ચાઈના ગેટ, છુપા રુસ્તમ જેવી ફિલ્મોમાં નજર આવી. મમતા પોતાના જમાનાની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ હતી. તે ફિલ્મોમાં બોલ્ડ રોલ નિભાવતી હતી પરંતુ તેણે પોતાના બોલ્ડ રોલથી લોકોને ચોંકાવ્યા નથી એટલા તેણે તેના લવ અફેરથી સૌના હોશ ઉડાવી દીધા.

છોટા રાજનના કારણે ફિલ્મો મળતી હતી

ઓછા સમયમાં જ મમતા બોલિવૂડ પર રાજ કરવા લાગી હતી પરંતુ જ્યારે તેના અફેરના સમાચારો સૌના સામે આવ્યા તો દરેક ચોંકી ગયા હતા. આખરે નામ જોડાયેલું પણ એક એવા શખ્સ સાથે હતું જેનું ગુનાની દુનિયામાં મોટું નામ હતું. ગેંગસ્ટર છોટા રાજન. સમાચાર અનુસાર મમતાને છોટા રાજનના કહેવા પર જ ફિલ્મોમાં કામ મળતું હતું. બંને લગ્ન પણ કરવા માગતા હતા. જોકે, ક્યારેય પણ મમતાએ આ વાતનો સ્વીકાર કર્યો નહોતો અને તેને અફવા ગણાવી હતી. 

આ પણ વાંચો: અલ્લુ અર્જુનને મોટો ઝટકો, પુષ્પા-2 રિલીઝ થયાની થોડાં જ કલાકોમાં ઓનલાઈન લીક થઈ?

ડ્રગ્સ તસ્કર સાથે કર્યાં લગ્ન

આ સિવાય તેનું નામ મશહૂર ડ્રગ્સ તસ્કર વિક્કી ગોસ્વામીની સાથે પણ જોડાયું હતું. તે છોટા રાજનનો ખૂબ ખાસ અને ડ્રગ્સની દુનિયાનો નંબર વન ખેલાડી હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મો ન મળવાના કારણે મમતા કુલકર્ણી દુબઈ જતી રહી હતી જ્યાં તેની મુલાકાત વિક્કી ગોસ્વામી સાથે થઈ હતી. વિક્કીના ઘણા બિઝનેસ હતા જે લીગલ હતા પરંતુ અસલી બિઝનેસ સ્મગલિંગનો હતો.

મમતા અને વિક્કીની નિકટતા વધ્યા બાદ બંનેએ લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું પરંતુ એક ડ્રગ ડીલિંગ મામલે વિક્કીને પોલીસે પકડી લીધો ત્યારે મમતાએ તેનો હોટલ બિઝનેસ સંભાળ્યો હતો અને ઘણા પ્રયત્નોના 8 વર્ષ બાદ તેને જેલથી બહાર કઢાયો હતો. સમાચાર એ પણ આવ્યા કે વર્ષ 2013માં બંનેએ લગ્ન કરી દીધા હતા. બંનેએ જેલમાં જ મુસ્લિમ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. 

ફિલ્મી દુનિયાને કહ્યું અલવિદા

જે બાદ 2014માં મમતા કુલકર્ણીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે ફિલ્મી દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ચૂકી છે અને અધ્યાત્મનો માર્ગ અપનાવી ચૂકી છે. કહેવાય છે કે ગેંગસ્ટર સાથે સંબંધોમાં આવ્યા બાદ તેનું કરિયર સંપૂર્ણરીતે બરબાદ થઈ ગયું હતું. 


Google NewsGoogle News