Get The App

પાકિસ્તાની એક્ટરની બોલિવૂડમાં વાપસી વચ્ચે મનસેનું મોટું એલાન, અમે ફિલ્મ રિલીઝ થવા નહીં દઇએ

Updated: Apr 2nd, 2025


Google News
Google News
Fawad Khan Bollywood Comeback


Fawad Khan Bollywood Comeback: ફિલ્મ અબીર-ગુલાલનું ગઈ કાલે ટ્રેલર રિલીઝ થયા બાદ તેના પર હોબાળો શરૂ થઈ ગયો છે. આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન છે. જે લાંબા સમય બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. તેની સાથે અભિનેત્રી વાણી કપૂર લીડ રોલમાં છે. હવે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોની હાજરીનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ.

ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોની હાજરીનો વિરોધ

રોમેન્ટિક-કોમેડી અબીર ગુલાલ 9 મે, 2025 ના રોજ રિલીઝ થઈ રહી છે. તેનું ટીઝર રિલીઝ થતાની સાથે જ મહારાષ્ટ્રમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રવક્તા અમેય કોપકરે કહ્યું કે, 'અમે મહારાષ્ટ્રમાં ફિલ્મ રિલીઝનો વિરોધ કરી રહ્યા છીએ. અમને ફિલ્મની રિલીઝ વિશે આજે જ ખબર પડી, જ્યારે ફિલ્મના નિર્માતાઓએ તેની જાહેરાત કરી. પરંતુ અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દઈશું નહીં. કારણ કે તેમાં પાકિસ્તાની કલાકારની હાજરી છે.'

પાકિસ્તાનીઓએ પોતાના દેશમાં કામ કરવું જોઈએ

શિવસેનાના નેતા સંજય નિરુપમે કહ્યું, 'જ્યારે પાકિસ્તાની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે લોકો તેને જોવી પસંદ કરતા નથી. એક-બે મિનિટ માટે કોઈ ફિલ્મ જોવી એ અલગ વાત છે. પાકિસ્તાની કલાકારોની ફિલ્મો ભારતીય દર્શકોમાં બહુ લોકપ્રિય નથી. તેથી જ પાકિસ્તાની કલાકારો ભારતમાં ક્યારેય સફળ થયા નથી. હું પાકિસ્તાનીઓને સલાહ આપીશ કે તેઓ બોલિવૂડમાં કામ કરવાના બદલે પોતાના દેશમાં કામ કરે. કેન્દ્ર સરકારે કોઈ નીતિ બનાવી હોય તો તેનું પાલન કરવું જોઈએ.'

આ પણ વાંચો: 'બસ ઈસકી હી કમી થી...' જાણીતી અભિનેત્રી મોની રૉય ટ્રોલર્સના નિશાને, કારણ ચોંકાવનારું

9 મે 2025ના રોજ રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ ‘અબીર ગુલાલ’ 9 મે 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં ફવાદ ખાન અને વાણી કપૂર સિવાય રિદ્ધિ ડોગરા, લિસા હેડન, ફરીદા જલાલ અને સોની રાઝદાન જેવા કલાકારો જોવા મળશે. 

પાકિસ્તાની એક્ટરની બોલિવૂડમાં વાપસી વચ્ચે મનસેનું મોટું એલાન, અમે ફિલ્મ રિલીઝ થવા નહીં દઇએ 2 - image

Tags :