Get The App

પિતાની ઈચ્છા નહોતી, સંબંધીના લગ્નમાં જવાને બહાને ઓડિશન આપ્યું, સ્ટાર બનેલી અભિનેત્રીનો ખુલાસો

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
પિતાની ઈચ્છા નહોતી, સંબંધીના લગ્નમાં જવાને બહાને ઓડિશન આપ્યું, સ્ટાર બનેલી અભિનેત્રીનો ખુલાસો 1 - image


Image: Facebook

Revathi Pillai: લોકોના મનપસંદ વેબ શૉમાંથી એક 'કોટા ફેક્ટરી'ના કલાકારો ખૂબ ચર્ચામાં રહે છે. આ શૉમાં મોટી સ્ટાર કાસ્ટ છે. કોટા ફેકટરીમાં રેવતી પિલ્લઈએ વર્તિકા રતવાલનું પાત્ર ભજવ્યું જેને દર્શકોના દિલમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે. રેવતી પિલ્લઈનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે, તેના અંગત જીવન વિશે વધુ માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી. પરંતુ તેની ફિલ્મોગ્રાફીમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. કોટા ફેક્ટરીથી ફેમસ બનેલી રેવતીએ યે મેરી ફેમિલી, ધ ઈન્ટર્ન, સ્પેશિયલ ઓપ્સ, જબ વી મેચ્ડમાં જોવા મળી છે.

ગયા વર્ષે જબ વી મેચ્ડના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેણીએ તેના મિત્રોને ઓડિશન અંગે ખોટું કહ્યું કે, તે એક સંબંધીના લગ્નમાં ગઈ હતી. તેણે કહ્યું, હું કોઈ નથી, આ ક્ષણે હું કંઈ નથી, ભલે હું કોઈપણ મોઢે બોલું, હું એક કલાકાર છું, જ્યારે સ્ક્રીન પર દેખાય છે ત્યારે જ એક્ટર્સ બોલે છે. મારું મન એ જ રીતે કામ કરતું હતું પરંતુ પછી ઘણું બધું થયું અને બધા કલાકારોએ સંઘર્ષ કરવો પડ્યો પરંતુ હવે મને લાગે છે કે તે જે હતું તેના કરતા તે ઘણું સારું છે. 

અભિનેત્રીએ કહ્યું કે, તેના પિતા કહેતા કે તેણીએ માત્ર એક શોખ તરીકે અભિનય કરવો જોઈએ અને તેઓ ક્યારેય સ્વીકારવા તૈયાર ન હતા કે તેમની પુત્રી અભિનયને કારકિર્દી બનાવી રહી છે. પિતા ઈચ્છતા હતા કે, દીકરી જોબ કરે.


Google NewsGoogle News