Get The App

દીપિકાની આ પર્પલ સાડી ડિઝાઈન કરવામાં 3400 કલાક લાગ્યા, કિંમત જાણીને રહી જશો દંગ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
Deepika padukone
Image Twitter 

Deepika Padukone In Expensive Royal Purple Saree:  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં ગર્ભવતી છે અને સોશિયલ મીડિયા પર તે દરરોજ તેના બેબી બમ્પની તસવીરો શેર કરતી રહે છે. પ્રેગ્નેન્સી દરમિયાન પહેલીવાર તેણે સાડી પહેરીને ફોટો શુટ કરાવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં જાંબલી સાડીમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. નવાઈની વાત એ છે કે, તે પ્રેગનન્ટ હોવા છતા પણ સાડી ખૂબ જ સુંદર રીતે કેરી કરી છે. સાડી પર હેન્ડમેડ વર્ક કરેલું છે, જે ખૂબ જ  રોયલ લાગે છે. પરંતુ આ સાડી કેમ ખાસ છે તે વિશે જાણીએ. 

ટૂંક સમયમાં માતા બનનારી દીપિકા પાદુકોણની આ સુંદર જાંબલી સાડી બનાવવામાં 3,400 કલાક લાગ્યા હતા. આ સાડીનું ફેબ્રિક ઓર્ગેન્ઝા અને જેની સિલ્ક છે. સાડી પર હેન્ડ એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. તેમાં મોતી, જરી અને દોરાથી સજાવટનું કામ કરવામાં આવ્યું છે. આ સાડીની કિંમત રૂ. એક લાખ, 92 હજાર છે. આ સાડી તોરાની બ્રાન્ડની છે, જેને 'હુકુમ કી રાની' સાડી પણ કહેવામાં આવે છે. આ સાડી કોચર કલેક્શન લીલામાં સામેલ કરાઈ છે. 

સાડી સાથે જ્વેલરી કોમ્બિનેશન પણ જોવા મળ્યું

દીપિકા પાદુકોણે આ સાડી પર ડીપ નેકલાઇન, હાફ-લેન્થ સ્લીવ્સ અને ક્રોપ્ડ હેમ સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે. તે સાથે જ્વેલરીમાં તેણે મોતીમાંથી બનેલા ચોકર નેકલેસ, મેચિંગ ઈરિંગ્સ અને રિંગ્સ સાથે સુંદર લુક જોવા મળી રહ્યો હતો. 

રોયલ સાડી પર દીપિકાનો મેકઅપ ટચ

રોયલ સાડી પર દીપિકાએ સુંદર મેકઅપ પણ કર્યો છે, જેમાં બોલ્ડ વિંગ્ડ આઈલાઈનર, સ્મોકી આઈ, કોહલ-લાઈન્ડ લિડ્સ, ફિધર આઈબ્રોઝ, મોવ લિપ શેડ, રૂઝ-ટિન્ટેડ ગાલ અને મસ્કરાનો સમાવેશ થાય છે. દીપિકા આ ​​વર્ષે સપ્ટેમ્બરમાં પતિ રણવીર સિંહ સાથે તેના પહેલા બાળકને જન્મ આપશે. આ કપલ લગભગ 6 વર્ષથી સુખી લગ્ન જીવન જીવી રહ્યું છે. બંને 14 નવેમ્બર 2018ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. 


Google NewsGoogle News