ફરહાન આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતી વધુ એક ફિલ્મ બનાવશે

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
ફરહાન આર્મી  બેકગ્રાઉન્ડ ધરાવતી વધુ એક ફિલ્મ બનાવશે 1 - image


- જોકે, કથા કે કાસ્ટની કોઈ જાહેરાત નહિ

- ફરહાને બનાવેલી 'લક્ષ્ય' યુદ્ધ ફિલ્મોમાં સૌથી પ્રમાણભૂત ફિલ્મમાંની એક ગણાય છે

મુંબઇ : ફરહાન અખ્તર લશ્કરી બેકગ્રાઉન્ડ ધરાવતી વધુ એક ફિલ્મ બનાવવાનો છે. જોકે, તેણે કઈ લડાઈ કે કઈ વાર્તા પરથી આ ફિલ્મ બનાવાશે તે જાહેર કર્યું નથી. 

ફરહાનની ફિલ્મ 'લક્ષ્ય'ને ૨૦ વર્ષ પૂર્ણ થયાં છે. ભારતમાં બનેલી યુદ્ધ ફિલ્મોમાં સૌથી પ્રમાણભૂત ફિલ્મોમાં લક્ષ્યનો સમાવેશ થાય છે. ફિલ્મમાં હૃતિક રોશન તથા પ્રિટી ઝિન્ટા સહિતના કલાકારો હતા. 

ફરહાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પોતે આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતી વધુ એક ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તેના માટે આ પસંદગીનો વિષય છે. જોકે, તેણે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. 


Google NewsGoogle News