ફરહાન અખ્તરની બીજી પત્ની શિવાની 44 વર્ષની વયે માતા બનશે
મુંબઇ : ફરહાન અખ્તરની બીજી પત્ની શિવાની દાંડેકર ૪૪ વરસની વયે માતા બનવાની છે. જોકે લોકોનું અનુમાન છે કે, ૪૪ વરસે કુદરતી રીતે માતા બનવાનું સરળ નથી. તેથી તે સરોગસી અથવા તો આઇવીએફ ટેકનીક દ્વારા માતા બનવાની હોય તેવું બની શકે છે. જોકે, યુગલે આ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી.
ઉલ્લેખનીય છે કે, શિવાની દાંડેકર ફરહાન અખ્તરની બીજી પત્ની છે. આ પહેલા તેણે અધુના સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેને બે પુત્રીઓ છે. લગ્નના ૧૬ વરસ પછી ફરહાન અને અધુનાએ છૂટાછેડા લીધા હતા. બન્ને પુત્રીઓ અધુના સાથે રહે છે.
છૂટાછેડાના એક વરસ પછી એટલે કે ૨૦૧૮માં ફરહાને વીજે શિવાની દાંડેકર સાથે ડેટ કરવાનું શરૂ કર્યુ ંહતું. ફરહાન શિવાની કરતાં સાત વર્ષ મોટો છે.