Get The App

ફરહાન અખ્તર ત્રણ વરસ પછી રૂપેરી પડદે જોવા મળશે

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
ફરહાન અખ્તર ત્રણ વરસ પછી રૂપેરી પડદે જોવા મળશે 1 - image


- તેની આગામી ફિલ્મ 2025ના અંતમાં જોવા મળશે જેમાં તે આર્મી ઓફિસરના રોલમાં હશે

મુંબઇ : ફરહાન અખ્તર ત્રણ વરસ પછી રૂપેરી પડદે જોવા મળવાનો છે. તેની આગામી ફિલ્મ ૧૨૦ બહાદુર ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે.જેમાં તે આર્મી ઓફિસરના રોલમાં જોવા મળવાનો છે. 

ફરહાનની આ ફિલ્મ મેજર શેતાન સિંહ ભાટી   પીવીસી અને અને ચાર્લી  કંપની, ૧૩ કુમાઉ રેજિમેન્ટના સૈનિકોને શ્રદ્ધાંજલી છે. સાલ ૧૯૬૨ના  ભારત-ચીનના યુદ્ધના બૈકડ્રોપ પર આ ફિલ્મ બનાવવામાંઆવી છે. જે પ્રસિદ્ધ રિજાંગ લાની લડાઇથી પ્રેરિત છે. 

ઉલ્લેખનીય છ ેકે, છેલ્લે ફરહાન ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મ તૂફાનમાં જોવા મળ્યો હતો. હવે ત્રણ વરસ પછી તે રૂપેરી પડદે અભિનય કરતો જોવા મળશે. ફરહાનની ભાગ મિલ્ખા બાગ, જિંદગી ન મિલેગી દોબારા, તુફાન અને ધ સ્કાઇ ઇઝ પિંક જેવી ફિલ્મોમાં અદભૂત અભિનય કરીને દર્શકોનું મનોરંજન કર્યું છ.ે આ વખતે  તે એક આર્મી ઓફિસરના રોલમાં રૂપેરી પડદે છવાઇ જશે. 


Google NewsGoogle News