બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાનની માતાનું નિધન
Image Source: farahkhankunder Instagram
Farah Khan Mother Menaka Death: બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન અને સાજિદ ખાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ દિગ્ગજ કલાકારોની માતા મેનકા ઈરાનીનું શુક્રવારે (26 જુલાઈ) મુંબઈમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તીસ માર ખાનના દિગ્દર્શકની માતા લાંબા સમયથી બીમાર હતા. તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મેનકા ઈરાનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ ફરી ઈરાનીની તબિયત લથડતા તેમને અન્ય કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
તે ઘણા સમયથી બીમાર હતા પરંતૂ તેમના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે દિવંગત મેનકા ઈરાની પ્રખ્યાત બાળ કલાકાર ડેઝી ઈરાની અને લેખિકા હની ઈરાની (જાવેદ અખ્તરની પૂર્વ પત્ની)ની બહેન હતી.
આ પણ વાંચો: કોઈના પિતાએ યુદ્ધ લડ્યું તો કોઈએ પોતે ભાગ લીધો, આ એકટર્સનું છે કારગિલ યુદ્ધ સાથે કનેક્શન