હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર: ફરાહ ખાનના નિવેદન બાદ ગુસ્સે ભરાયા લોકો, માફીની માંગ
Image Source: Twitter
Farah Khan Holi Comment: હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને લોકો તેની તૈયારી કરી રહ્યા છે તથા તેનો પ્લાન બનાવી રહ્યા છે. ત્યારે હવે બીજી તરફ ફિલ્મ મેકર ફરાહ ખાને હોળીના કહેવારને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. હવે તેની કોમેન્ટ સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ ન આવી અને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. ફરાહ ખાને સેલિબ્રિટી માસ્ટરશેફ દરમિયાન વિવાદસ્પદ કોમેન્ટ કરતા કહ્યું કે, 'હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે.' જોકે, તેનું આ નિવેદન સોશિયલ મીડિયા યુઝર્સને બિલકુલ પસંદ ન આવ્યું અને હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં તેના નિવેદન બાદ ગુસ્સે ભરાયા લોકોએ માફીની માગ કરી છે જે ખૂબ ચર્ચામાં છે.
લોકોએ ફરાહની ટિપ્પણીને અસંવેદનશીલ ગણાવી
આ વીડિયો વાયરલ થતાં જ એક યુઝરે લખ્યું, શું તમે ક્યારેય તમારા તહેવારો વિશે વાત કરી છે? શરમજનક. બીજા એક યુઝરે લખ્યું, આનો અર્થ શું છે અને 'છપરી' હાહાહા, આ કોણ કહી રહ્યું છે. બીજી તરફ ઘણા લોકોએ ફરાહની ટિપ્પણીને અસંવેદનશીલ ગણાવી છે.
નારાયણના કિસિંગ વિવાદ પર પણ તેમની ટિપ્પણી વાયરલ
આ પહેલી વાર નથી જ્યારે ફરાહ ખાનની ટિપ્પણી ચર્ચામાં આવી હોય. તાજેતરમાં જ ઉદિત નારાયણના કિસિંગ વિવાદ પર પણ તેમની ટિપ્પણી વાયરલ થઈ હતી. વાસ્તવમાં ફરાહે તેની બેસ્ટ ફ્રેન્ડ સાનિયા મિર્ઝા, તેના દીકરા ઈઝાન મિર્ઝા મલિક અને બહેન અનમ મિર્ઝા માટે પોતાના ઘરે એક પાર્ટી હોસ્ટ કરી હતી. તેણે તેના યુટ્યુબ પર તેની એક ઝલક પણ બતાવી હતી.
આ વ્લોગના વીડિયોની એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં ફરાહ ખાન મજાકમાં ઉદિત નારાયણના કિસિંગ વિવાદ વિશે વાત કરતી જોવા મળી હતી. ફિલ્મમેકરે રમૂજ અંદાજમાં ઈઝાનને બોલ પાસ કરતા પહેલા ગાલ પર કિસ કરવા વિનંતી કરી. જ્યારે ઈઝાન ફરાહ પાસેથી બોલ લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે કહે છે, પહેલા તારે મને એક કિસ કરવી પડશે, તને ખબર છે. આના પર સાનિયા કહે છે, અથવા આલિંગન આપવું. ત્યારબાદ ફરાહે કહ્યું કે, ચાલો મને ઉદિતજીની જેમ કિસ કરી દે. જેના પર સાનિયા હસી પડે છે.