રશ્મિ દેસાઇને શોર્ટ ડ્રેસમાં જોઇને ચાહકોએ ટ્રોલ કરી
મુંબઈ,તા. 7 જુન 2021,સોમવાર
ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ફેન્સ વચ્ચે ચર્ચામાં બનેલી રહે છે અને અવારનવાર દિલચસ્પ તસવીર શેર કરતી રહે છે. હાલમાં તે તેણીએ એક એવી જ જબરદસ્ત પોસ્ટ શેર કરી છે. તેણીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. આ ફોટોમાં રશ્મિએ શોર્ટ ડ્રેસ પહેરી છે. પરંતુ આ ફોટોશૂટને કારણે રશ્મિને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેની તસવીર જોઇને ચાહકો ટ્રોલ કરી રહ્યા છે.
રશ્મિ દેસાઇએ ઇન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ ફોટો શેર કરી છે, જેમાં તેણીએ ફ્રિલ્સવાળી શોર્ટ ડ્રેસ પહેરી છે. ડ્રેસ સાથે તેણીએ વધુ એક્સેસરીઝ તો નથી પહેરી પરંતુ ગળામાં ડ્રેસના મેચિંગનું પેન્ડન્ટ પહેરેલું છે. આ લૂકમાં રશ્મિનો અંદાજ ખૂબ અલગ દેખાઇ રહ્યો છે.
રશ્મિ દેસાઇના આ ફોટોને જોઇને ચાહકોએ કમેન્ટોનો વરસાદ કરી દીધું છે. કેટલાક યુઝર તો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝર લખે છે કે, તમને શરમ નથી આવતી આવા કપડાં પહેરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં?
આ ઉપરાંત કેટલાક લોકોએ તેને ઉંમરને લઇને કમેન્ટ કરી છે. રશ્મિ દેસાઇ આ પ્રકારના ટ્રોલ્સની ચિંતા કરતી નથી. તેમને ઇગ્નોર કરવા જ એક્ટ્રેસનો જવાબ હોય છે.