Get The App

'હું મર્યો નથી...' ફિલ્મો સતત ફ્લોપ જતાં અક્ષય કુમારનું દર્દ છલકાયું, જણાવ્યું કેવા કેવા મેસેજ આવે છે

Updated: Aug 2nd, 2024


Google News
Google News
Akshay Kumar


Akshay Kumar Film : છેલ્લા ઘણાં સમયથી અક્ષય કુમારની અમુક ફિલ્મો સતત ફ્લોપ જતાં અક્ષય કુમારનું દર્દ છલકાયું છે. આ દરમિયાન અક્ષયે જણાવ્યું હતું કે, 'હું મર્યો નથી...' થોડા સમય પહેલા રીલિઝ થયેલી સરફિરા ફિલ્મ સહિત છેલ્લી પાંચ ફિલ્મો ફ્લોપ થતાં ફિલ્મચાહકો દ્વારા ટિકા કરવામાં આવી છે, ત્યારે અક્ષયે કેવા મેસેજ આવ્યા તેના વિશે જાણકારી આપી હતી. 

સરફિરા ફિલ્મને સારો પ્રતિસાદ ન મળ્યો

બોલીવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'સરફિરા' થોડા સમય પહેલા જ રીલિઝ કરવામાં આવી છે. જેમાં ફિલ્મચાહકોએ આ ફિલ્મને પસંદ ન કરતાં અનેક ટિકાઓ કરી હતી. સરફિરા ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. તેવામાં અક્ષય 'ખેલ ખેલ મે' નવી ફિલ્મની જાહેરાત કરી હતી. 

'ખેલ ખેલ મે' ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ વખતે અક્ષયે શું કહ્યું?

અક્ષય વર્ષમાં 4-5 ફિલ્મો કરે છે. 'ખેલ ખેલ મે' ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ વખતે અક્ષયે ફ્લોપ ફિલ્મોને લઈને જાણકારી આપતા જણાવ્યું હતું કે,  'હું બસ એટલું કહેવા માંગીશ કે, જે થાય એ સારુ થાય છે. હું એટલો બધો વિચાર કરતો નથી. છેલ્લી પાંચ ફિલ્મો ફ્લોપ થતા મને અનેક મેસેજ આવે છે કે, સોરી યાર, ચિંતા ના કરતાં બધુ ઠીક થશે.'

 હું હંમેશા કામ કરતો રહીશ

ફેન્સના પ્રશ્નો સામે અક્ષયે પ્રતિક્રિયા આપી હતી કે, 'હું તેમને પૂછવા માંગુ છું કે આ બધુ શું થઈ રહ્યું છે. હું મર્યો નથી.' તેવામાં એક પત્રકારે લખ્યું હતું કે, 'ચિંતા ના કર, તું વાપસી કરીશ.' આ પછી અક્ષયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, 'ભાઈ તું આવું કેમ લખી રહ્યો છે. હું ક્યાં ગયો છું? અહીં જ છું અને હંમેશા કામ કરતો રહીશ, ભલેને લોકો કાઈ પણ કહે છે.'

'હું મર્યો નથી...' ફિલ્મો સતત ફ્લોપ જતાં અક્ષય કુમારનું દર્દ છલકાયું, જણાવ્યું કેવા કેવા મેસેજ આવે છે 2 - image

Tags :
Akshay-Kumar-Filmflopfilmsbollywood

Google News
Google News